વાંસદા, તા.૨ 

વાંસદા તાલુકાના સરકારી પી.એચ.સી માં કામ કરનારા ફાર્માસિસ્ટોના પડરત પ્રશ્નો મુદ્દે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાની પી.એચ.સી માં કામ કરતા એલોપેથી દવાના જાણકાર ફાર્માસિસ્ટોને પડતર પ્રશ્નો જેવા કે ગ્રેડ પે , પ્રમોશન જેવા મુદ્દે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આખા ગુજરાતમાં એલોપેથી દવાના જાણકાર ફાર્માસિસ્ટ ૨૦,૦૦૦ જેટલા છે નિયમ મુજબ ગ્રેડ પે એ અભ્યાસક્રમ અભ્યાસની જટિલતા, ટેક્નિકલ કોર્સ , અનુભવ આવડત જુનિયર ફાર્માસિસ્ટની વર્ષ ૨૦૧૦ પહેલાની ભરતીમાં મિનિમમ ક્વોલિફિકેશન ડિપ્લોમા ફાર્મસી કે જે કોર્ષ ટેક્નિકલ છે તેમજ તે છૈંઝ્ર્‌ઈ અને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ઁઝ્રૈં એફીલીયેટેડ કોલેજ મારફતે ચલાવવામાં આવે છે જેમાં પ્રવેશ યોગ્યતા ૧૨વિજ્ઞાન પ્રવાહ હોય છે આમ છતાં વર્ષોથી ગ્રેડ પે ૪૨૦૦ મળવાની જગ્યાએ ૨૮૦૦ ગ્રેડ પે આપવામાં આવે છે જે ખરે ખર અન્યાય રૂપ હોય એવું લાગી રહ્યું છે આમ તમામ સરકારી ઇજનેરી કર્મચારીઓને મળવા પાત્ર ગ્રેડ પે ૪૨૦૦ છે આથી ફાર્માસિસ્ટ ને તેના હક અને શેક્ષણિક લાયકાત મુજબ તેમનું આત્મસન્માન જળવાય એ માટે વર્ષોથી પડતર ટેક્નિકલ ગ્રેડ પે અને પ્રમોશન આપવા માટેની માંગણી કરવામાં આવી હતી.