વડગામ : વડગામ તાલુકાના મુક્તેશ્વર ચામુંડા મંદિર ના મહંત મધુરગીરી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ચામુંડા માતાજીના મંદિરે મોક્ષ તર્પણ વિધિવાળી જગ્યાએ જવા રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરતા લેખિત રજૂઆત કરી હતી.મુક્તેશ્વર મહાદેવ નજીક ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે.આ સ્થળે પાંડવ કાળથી લોકો પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવા આવે છે. ચામુંડા માતાજીના મહંત મધુર ગીરી દ્વારા પિતૃ તર્પણ માટે આવતા લોકો માટે ચામુંડા માતાજી મંદિર સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો ત્યાં વિધિ વિધાન કરી ધન્યતા અનુભવે છે. જ્યાં મંદિરની પાછળના ભાગે પિતૃ તર્પણ વિધિ જ્ગ્યા અસ્થાનું કેન્દ્ર છે.તે જગ્યાએ કોન્ટ્રાક્ટર દ્વારા મંદિર અને મોક્ષ તર્પણ વિધિ વાળી જગ્યાએ જવા માટે રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે. રસ્તાને ફેન્સીંગ તારની વાડ કરી રસ્તો બંધ કરતા અનેક લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે.જેને લઇ ચામુંડા માતાજીના મંદિરના મહંત મધુરગીરી અને આજુબાજુ ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી રસ્તો ખુલ્લો રાખવા માંગ કરી હતી તાત્કાલિક તારની વાડ દૂર કરાય તેવી માંગ કરી હતી.