લુણાવાડા, લુણાવાડાના મોટી ચરેલ ગામના દેવીપૂજક અરવિંદભાઈએ લુણાવાડાની ભગત હોસ્પિટલમાં એક વર્ષ અગાઉ પત્નીને ત્રીજી ડિલિવરી માટે દાખલ કરી હતી. જ્યાં નોર્મલ ડિલિવરી થયા પછી અચાનક રક્ત સ્ત્રાવ વધી જતા ડો. મયુર ભગત દ્વારાકોથળી કાઢી નાખવાની વાત કરીને ઓપરેશન પણ કર્યું હતું.લોહીનું પ્રમાણ ઘટી જતા ડોક્ટર ભગત દ્વારા ગોધરા સિવિલમાં દાખલ કરવાનું કહ્યું હતું. અરવિંદભાઈ દ્વારા લારા હોસ્પિટલ ગોધરા ખાતે પણ નિદાન કરાવાયું હતું.લારા હોસ્પિટલના ડૉક્ટર દ્વારા પણ બહાર લઇ જવા જણાવવામાં આવતા વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આખરે સયાજી હોસ્પિટલમાં પત્ની મૃત્યુ પામી હતી.અરવિંદભાઈ એ આક્ષેપ લગાવ્યો હતો કે ડો. મયુર ભગત દ્વારા ઓપરેશન દરમિયાન કોઈક નળી કપાઈ જતા મારી પત્નીનું લોહી વહી જવાથી નિધન થયું છે.અરવિંદભાઈએ આપેલા આવેદનમાં જણાવ્યું છે કે હું આર્થિક, સામાજિક અને રાજકીય વગ ન ધરાવતો હોઈ અને ખુબ જ ગરીબ માણસ હોઈ મારુ અહીંયા કોઈજ સાંભળવા માટે તૈયાર નથી.