રાનકુવા તા.૧ 

વાંસદા તાલુકામાં નવસારી જિલ્લાના કલેકટર દ્વારા તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૦ એ અપાયેલ જાહેરનામા માં સુધારો કરવા અપીલ કરી હતી .આ અંગે વાંસદા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવા અપીલ કરાઈ હતી. આવેદન પત્ર અનુસાર તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૦ આપવામાં આવેલ જાહેરનામામા ગણેશ ઉત્સવ ઉજવણી અને હિન્દુ તહેવાર પર કોરોનાના સંક્રમણના કારણે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.

 તમામ સ્થાપના વિસર્જન સરઘસ બંધ રાખવા ફરમાન કરવામાં આવે છે પરંતુ આ જ સમય દરમિયાન આવી રહેલ મુસ્લિમ ઉત્સવ તાજીયા માટે કોઈ જાહેરનામામાં કોઈ ઉલ્લેખ સુદ્ધાં કરવામાં આવેલ નથી જ્યારે ગણેશ ઉત્સવ થી સંક્રમણ વધી શકે તો કે તાજીયા ઉત્સવથી કેમ નહીં ?જો ગણેશ ઉત્સવમાં બે ફૂટની મૂર્તિ જ ઘરમાં સ્થાપના અને વિસર્જન કરવાનું ફરમાન બહાર પાડવામાં આવે તો તાજીયા પણ ફરજિયાત ૨ ફૂટના જ હોઈ અને તેને ઠંડા કરવાનું પણ પોતાના ઘરે જ રાખવાનું કે નહીં ?જે છૂટ તાજીયા કે અન્ય તહેવાર માટે તે છૂટ હિન્દુ ધર્મના તહેવાર માટે પણ હોવી જરૂરી છે વલસાદ ના માનનીય કલેકટર દ્વારા એક જ જાહેરનામાં બંને ઉત્સવ ગણેશ સ્થાપના અને તાજીયા ઉત્સવ માટે સંયુક્ત જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય તો આપણા નવસારી જિલ્લામાં પણ આ સંયુક્ત સુધારા સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી અમારી હિન્દુ સમાજ વતી ઉગ્ર માંગણી છે જો તેમ કરવામાં ન આવશે તો કોરોના ને ધ્યાનમાં રાખીને સૌ હિંદુ સમાજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને કાર્યક્રમ કરવાની ફરજ પડશે. આવી બે ધારી નીતિઅને જાહેરનામાનો અમો વિરોધ કરીએ છીએ.