છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી અને પછાતવર્ગ ના ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે આશ્રમશાળાઓ ચાલે છે. આ આશ્રમ શાળાઓના કર્મચારીઓ ૨૪ કલાક આશ્રમશાળાઓમાં જ નિવાસ કરી પોતાની ફરજ અદા કરતા હોય છે.  

તેમના ઘણા લાંબા સમય થી પડતર પ્રશ્નો ના ઉકેલાતા વારંવાર કરેલી રજૂઆતો ધ્યાને ના લેવાતા આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. આ આશ્રમ શાળાઓના કર્મચારીઓએ તેઓને સાતમા પગાર પાંચમા સમાવવા ઉચ્ચત્તર પગાર ધોરણ રૂ. ૪૨૦૦ ગ્રેડ પે આપવા, આશ્રમ શાળાઓમાં અલગ અલગ ગૃહપતિ અને ગૃહમાતાની જોગવાઈ કરવા, બદલીનો લાભ આપવા, સહિતની માંગણી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.