માંડવી, તા.૧૭ 

સુરત અને અમદાવાદમાં કોરોના ના કેસો દિનપ્રતિદિન વધતા તેની અસર માંડવી નગરમાં ન થાય તે માટે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત અને અમદાવાદ રૂટની બસો ચોક્કસ મુદત સુધી બંધ રાખવા માટે ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

વૈશ્વિક મહામારી સ્વરૂપ કોરોના વાયરસ આજે સંપૂર્ણ ભારત દેશમાં જે ગતિએ ફેલાઈ રહ્યો છે તે ગતિને નિયંત્રિત રાખવા માટે ભારત સરકાર તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે સુરત, વડોદરા અને અમદાવાદ શહેરો ગુજરાત રાજ્યમાં જાણે મોખરે છે. તો તેના સંદર્ભે માંડવી નગરમાંથી સુરત અને અમદાવાદ ખાતે જતી એસ.ટી. બસોને મર્યાદિત સમય સુધી બંધ રાખવામાં આવે તે માટે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ડેપો ના ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિન-પ્રતિદિન માંડવી નગર તેમજ તાલુકામાં વધતા જતા કોરોના કેસો એક ચિંતાનો વિષય બની રહ્યો છે. રોજ બરોજ સુરત, વડોદરા તેમજ અમદાવાદથી આવતા પેસેન્જરો ને નગરજનો જાણે શંકાની દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. તો તે શહેરોમાં આવનાર વ્યક્તિઓ દ્વારા માંડવી નગર તેમજ તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા તે રૂટોની તમામ બસોને ચોક્કસ મુદત સુધી બંધ રાખવા માંડવી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોરોનાને કારણે લોકોમાં ભયનું વાતાવરણ જાેવામાં આવ્યું હોવાથી બચવું જરૂરી બન્યું છે.