છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેકટર, સી.ડી.એચ. ઓ, એસ.પી, તેમજ ડી.ડી.ઓ ને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેતૃત્વ હેઠળ ગત તા. ૨૭/૨/૨૦૧૯ અને ૨૫/૧૨/૨૦૧૯ દરમિયાન રાજ્ય વ્યાપી આંદોલન અંગેના જડબેસલાક કાર્યક્રમ આપી લડત આપવામાં આવતા સરકારે પડતર પ્રશ્નો નું તબક્કાવાર નિરાકરણ લાવવા સમાધાન મુજબ પ્રશ્નોનું નિરાકરણ લાવવા લેખિત ખાતરી આપી હતી પરંતુ પ્રશ્નોનું આજદિન સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન લાવી રાજ્ય આરોગ્ય કર્મીચારી મહાસંઘ સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની કારોબારીમાં ચર્ચા વિચારણા બાદ સર્વ સંમતિથી લેવાયેલા ર્નિણય અનુસાર સરકારને ફરીથી આંદોલન કાર્યક્રમો આપી આરપારની લડત આપવાનું ઠરાવવામાં આવતા જ્યાં સુધી રજુ થયેલા તમામ પ્રશ્નોનો સુખદ ઉકેલ ન આવે ત્યાં સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ આંદોલનમાં જાેડાયા છે.