છોટાઉદેપુર, વિવિધ માંગણીના ઉકેલ માટે છોટાઉદેપુના ક્ષય વિભાગનાં કોન્ટ્રાક્ટના કર્મીઓ દ્વારા કલેકટરને આવેદન આપ્યું હતું. ૭મી મે થી ગુજરાત રાજ્ય આર એન ટી સી પી કરારબધ્ધ કર્મચારી સંધ દ્વારા પાડવામાં આવેલ પેનડાઉન હડતાળ નુ રાજ્ય સરકાર ધ્યાને લાવવા માટે આજે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેકટરને સંબોધીને આપવામાં આવેલ આવેદન પત્ર માં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી જેમાં (૧)સૌથી જૂની રજૂઆત ૧૫/૧૧/૨૦૧૮ ના મિશન ડાયરેક્ટર ગાંધીનગર ના પત્ર ક્રમાંક મહેનતાણું વધારો/આદેશ/૨૦૧૮/૧૩૨૩ અન્વયે પગાર વધારા માં વિવિધ કેડરોમાં પગાર વધારા માં અન્યાય.(૨) ૫/૪/૨૦૨૧ ના પત્ર થી સ્ટેટ ટીબી ઓફિસર સહિત તમામ વર્ષ ૨૦૧૭ થી જિલ્લા બદલી, ગંભીર માંદગીમાં ૧૦૦ દિવસ ની સવેતન રજાઓ ની મંજુરી જેવી બાબતો.(૩) પ્રવર્તમાન સમયમાં પેટ્રોલ ના ઉંચા ભાવ અને ૨૦૨૨-૨૦૨૫ માં ટીબી મૂક્ત ગુજરાત -ભારત ની માટે સઘનતા માં કામ ના કલાકો અન્વયે પેટ્રોલ એલાઉન્સ માં અને ટીએ -ડીએ માં વધારો તથા ૧૦% ઇનક્રીમેન્ટ.(૪)વય નિવૃત્તિ અથવા શારીરિક અક્ષમતા નાં કારણોસર સેવા નિવૃત્તિ સમયે કમ્પેનસેનની જાેગવાઈ.(૫) આર એન ટી સી પી કરારબધ્ધ કર્મચારી સંધના કર્મચારીઓ પોતાના કાયમી સહિત ના બંધારણીય હક્કો માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વિવિધ એસીએ થી પ્રસ્તુત છે અને સ્ટેટ્‌સ કો થી તેઓ ની સેવાઓ રક્ષિત છે આમ છતાં રાજ્ય સ્તરીય જવાબદાર સત્તાધીશો અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારી ઓ દ્વારા હોદ્દા ના રૂઆબ અને રુએ માનસિક ટોર્ચરિગ સહિત ના અયોગ્ય પૂરાવા ઉભા કરી ને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાઠવવામાં આવેલ આદેશ નુ ઉલ્લંઘન કરી કાયદા વિરુદ્ધની માનસિકતા અને મફત વકિલ સુવિધા હેઠળ કર્મચારીઓ ને સેવા મૂક્ત કરવા માં આવે છે.સહિત ની માંગણી ઓ અને માટે રજુઆત કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.