બોડેલી, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ભારતીય કિસાન સેના અને ભીલીસ્થાન લાયન સેનાએ સમર્થન જાહેર કરી કાર્યકર્તાઓ બોડેલીથી છોટાઉદેપુર પદયાત્રા કરી છોટાઉદેપુર કલેકટર કચેરીએ અવદનપત્ર પાઠવ્યું હતું  

દિલ્હીમાં વિવિધ માંગો સાથે ખેડૂતો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે જેને ભારતીય લાયન સેના અને ભીલીસ્થાન લાયન સેનાએસમર્થન જાહેર કરી સરકાર દ્વારા ખેડૂતો ની માંગ નહીં સંતોસય તો બોડેલી ખાતેથી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આજે વહેલી સવારેભારતીય કિસાન સેનાના મહામંત્રી સાહિદભાઈ મન્સૂરીની આગેવાનીમાં બોડેલીના જિંદાલ કોમ્પ્લેક્સ થી છોટાઉદેપુર ૩૭ કીમી સુધીપદયાત્રા કરી છોટાઉદેપુર કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હાલ દેશમાં ખેડૂત વિરોધી કાયદોઘડવામાં આવ્યો છે જેના વિરોધ માં દિલ્હી ખાતે દેશનું સૌથી મોટું આંદોલન ચાલી રહ્યુ છે આ આંદોલન ને સંમર્થન જાહેર કરી દેશ નાતમામ ખેડૂતોને ન્યાય મળે તે માટે ભારતીય કિશાન યુનિયન અને અન્ય ખેડૂત સંગઠનો દ્વારા કરવા માં આવેલી માગો ને સ્વીકારવામાંઆવે ૪૫૦ શેરડી નો ભાવ કરવામાં આવે સુગર ફેક્ટરીઓ તાત્કાલિક વળતર ચૂકવે ૧૪ દિવસ સુધી વળતર ના ચૂકવાય તો વ્યાજ સાથેભરપાઈ કરે, ૧૦ વર્ષ ની ઉપર નું ટ્રેક્ટર તોડવાના મુદ્દા ને પાછી લેવામાં આવે, ગરીબ ખેડૂતો નું બધું દેવું માફ કરવામાં આવે, સ્વામી નાથનની રિપોર્ટ લાગુ કરવામાં આવે, બજાર પ્રમાણે અનાજ શાકભાજી ફળ ફૂલ ના ભાવ આપવા માં આવે, દૂધ ના ભાવ માં વધારો કરવામાંઆવે - કંપનીઓ દ્વારા માલ ની ખરીદી માં કોન્ટ્રાકટ સિસ્ટમ થી પાક ની ખરીદીનો નિયમ પાછો લેવા માં આવે,અનાજ ના સ્ટોક કરવા નીમજુરી વેપારીઓ પાસે થી પાછી લેવામાં આવે. લોકસત્તા જનસત્તા સાથે વાતચીત કરતા ભારતીય કિસાન સેનાના મહામંત્રી સાહિદભાઈમન્સૂરીએ જણાવ્યું હતું કે, હાલ ભારત દેશમાં ચાલતા ખેડૂત આંદોલન જેને ભારતના ઇતિહાસની અંદર સૌથી મોટું આંદોલન કહી શકાયસરકારે ભારતના ખેડૂતના વિરુદ્ધની અંદર જે કાળો કાયદો પસાર કર્યો જે ના વિરુદ્ધમાં દરેક ખેડૂત રોડ રસ્તા પર ઉતરેલા છે.