આજકાલ નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ, ડાર્ક સ્પોટ્સ અને ફાઈન લાઈન્સની સમસ્યા વધી રહી છે. જેને દૂર કરવા માટે તમે અનેક નુસખાઓ અપનાવતા હશો. જેમાંથી કેટલાક અસર કરતાં હશે અને કેટલાકથી કોઈ ફાયદો નહીં થતો હોય. પણ આજે અમે તમને સ્કિનની આ તમામ પ્રોબ્લેમ માટે એક ઓલ ઈન વન એવો નુસખો જણાવી રહ્યાં છે જેને અપનાવશો તો તમારી સ્કિન એકદમ ગ્લોઈંગ ટાઈટ અને હેલ્ધી બનશે.

આ પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં 1 ચમચી હળદર, 1 ચમચી કોકોનટ ઓઈલ અને 1 ચમચી મધ લઈને બરાબર મિક્સ કરી લો. પેસ્ટ જેવું બને તે રીતે તૈયાર કરો. (જો તમને ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ હોય તો હળદરની માત્રા થોડી ઓછી લેવી).

આ રીતે લગાવો 

• હવે સૌથી પહેલાં ચહેરો ધોઈને ક્લિન કરી લેવો અને સોફ્ટ ટુવાલથી લૂછી લેવો.

• હવે આ પેક લગાવીને તેને 5 મિનિટ રાખો. એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આ પેક લગાવી રાખવો નહીં.

• 5 મિનિટ પછી હાથમાં સહેજ પાણી લઈને ફેસ પર લગાવો અને સર્ક્યુલર મોશનમાં ફેસ પર સ્ક્રબ કરો. 2 મિનિટથી વધારે સ્ક્રબ કરવું નહીં.

• પછી નવશેકા પાણીથી ફેસ ધોઈ લો.

• જો તમને ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ હોય તો આ પેક ધોયા બાદ લાઈટ મોઈશ્ચરાઈઝર લગાવી દો.

• આ પેકનું બેસ્ટ રિઝલ્ટ મેળવવા માટે સપ્તાહમાં બેવાર આ પેક લગાવો.

આ વસ્તુઓના સ્કિન માટેના ફાયદા જાણો 

હળદર

આ પેકમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેમ કે હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જે ઈન્ફેક્શન ફેલાવતાં બેક્ટેરિયાને ખતમ કરી પિંપલ્સ અને એક્ને દૂર કરે છે.

કોકોનટ ઓઈલ

આ ઓઈલ અનસેચુરેટેડ ફેટનો પાવરહાઉસ છે. જે સ્કિનમાં કોલેજન બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી સ્કિનની ઈલાસ્ટિસિટી વધે છે.

મધ

મધમાં રહેલાં અમિનો એસિડ્સ સ્કિનનું મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે. સાથે જ સ્કિનના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે