બોડેલી : ગતરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની મહેસાણા ખાતે અખિલ ભારતીય સંગઠન મંત્રી માનનીય મહેન્દ્ર કપૂરજી અને રાષ્ટ્રીય સચિવ માનનીય મોહનજી પુરોહિત ની ઉપસ્થિતિમાં રાજ્યની બેઠક મળી હતી, જેમાં પ્રાંત અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ મહામંત્રી રતુભાઈ ગોળ ઉપાધ્યક્ષ ભીખા પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મહાસંઘના વિવિધ સંવગો રાજ્ય કારોબારીની રચના કરાઇ હતી.  

આમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રદેશના આચાર્ય સંઘના મંત્રી તરીકે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ના આચાર્ય જીગ્નેશ ભાઈ શાહ ની રાષ્ટ્રીય કારોબારીમાં પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક થતા આખા છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષક તથા આચાર્ય ગણો માં ખુશીની લહેર જોવા મળી હતી. મહેસાણા ખાતે ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ની બેઠક અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજી અને રાષ્ટ્રીય સચિવ મોહનજી પુરોહિતની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના વિવિધ સંવગોની રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ના આચાર્ય જીગ્નેશ ભાઈ શાહ ની પ્રદેશના આચાર્ય સંવર્ગના મંત્રી તરીકે રાષ્ટ્રીય કારોબારીમાં કરવામાં આવતા જીલ્લામાં ગૌરવની વાત છે.