ભરૂચ 

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાના ચાર વર્ષ લાંબા વિવાદ બાદ આખરે ભરૂચમાં મેડીકલ કોલેજ શરૂ થવાના એંધાણ ઉભા થયા છે. રૂદ્રાક્ષ એકેડમી પ્રાઈવેટ લિમિટેડ વડોદરા સંચાલિત ડો. કિરણસિંહ પટેલ મેડીકલ કોલેજને આગામી વર્ષ માટે એમ.બી.બી.એસ.ની. ૧૫૦ બેઠકો શરૂ કરવાની મંજૂરી મળતા હવે વિધિવત આગામી દિવ્સોમાં મેડીકલ કોલેજ શરૂ થશે.

૨૦૧૬માં ભરૂચ સિવિલ હોસ્પિટલનો વહિવટ વડોદરાની બાબરીયા ઇન્સ્ટીટયુટને સોંપવાની કવાયત હાથ ધરાઈ હતી. જેમાં ભરૂચમાં મેડીકલ કોલેજ શરૂ કરવાની કવાયત કરાઈ હોવાની વાતને આગળ ધરાઈ હતી. જોકે પ્રથમ તબક્કાના કાયમાં ગ્રહણ લાગણા મેડીકલ કોલેજની વાત વિલંબમા પડી હતી. જુની સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં નવું બિલ્ડીંગ બનાવવા માટે ખોદકામ કરી દેવાતા તેનો પણ વિવાદ ઉભો થયો હતો. જે કામ સ્થગિત થયું હતું. છેલ્લા એક વર્ષ ઉપરાંતથી સિવિલ હોસ્પિટલનો વહીવટ રૂદ્રાક્ષ એકેડમી-વડોદરાના હસ્તક થયો હતો. બીજીબાજુ વિધિવત રીતે સિવિલ હોસ્પિટલ રૂદ્રાક્ષને પણ ન સોંપાઈ હોવાના અહેવાલ ફરતા થયા હતા. જેમાં તાજેતરમાં રૂદ્રાક્ષ એકેડમીએ વિધિવત સિવિલ હોસ્પીટલનો વહિવટ હાથપર લીધાભાદ ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે મેડીકલ કોલેજ શરૂ થવાના અણસાર ઉભા થયા છે.