અમદાવાદ, અમદાવાદમાં હિટીરો તથા જીબીલેન્ટ કંપનીના ડુપ્લીકેટ રેમડેસિવીર વાયલ્સના કાળા બજાર કરી ઉંચા ભાવે વેચતા ૬ શખ્સોને ક્રાઈમ બ્રાંચને ઝડપી પડ્યા હતા. તેમની પાસેથી ૧૩૩ જેટલા વાયલ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. તથા આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી તપાસ હાથધરી હતી આરોપી પાસેથી ૨૦૨૫ નંગ જ્યુબીઆર સ્ટીકર કબજે કર્યા હતા. આ અંગે ક્રાઈમ બ્રાંચે આરોપીના ૮ મે સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથધરી છે.ક્રાઈમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, સનપ્રિત ઉર્ફે સનિ નામનો શખ્સ કોરોનામાં સપડાયેલા દર્દીઓની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઈન્જેક્શનનો ડુપ્લીકેટ જથ્થો રાખીને બજાર કરતા ઉંચાભાવે વેચીને કાળા બજારી કરી રહ્યો છે. આ શખ્સ આ ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો લઈને જય ઠાકુર નામના વ્યક્તિ પાસેથી ચાંદખેડા, ઝુંડાલ સર્કલ પાસે આવેલ ગાંઠીયારથ પાસે બપોરના સમયે આવવાનો હતો. જેના પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે ટીમે વોચ ગોઠવીને સનપ્રિતને હીટરો કંપનીના ૨૦ નંગ રેમડેસીવીર ઈન્જેક્શન સાથે ઝડપી લીધો હતો. સનપ્રિત ઉર્ફે સનિ તેના મિત્ર રાજ વોરા જે પાલડી ખાતે રહે છે તેના ઘરે આનો જથ્થો પડ્યો હોવાનું જાણ થતા ક્રાઈમ બ્રાંચે ત્યાં દરોડો પાડતા બનાવટી ૧૦ વાયલ્સ મળી અવ્યા હતા. પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, નરોડા ખાતે રહેતો નિતેષ જાેષી વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ હોટલ હયાત ખાતે રોકાયો છે અને ત્યાંથી આ જથ્થો લાવ્યો હતો. જેથી પોલીસે ત્યાં હોટલમાં દરોડો પાડતા નિતેષ જાેષી તેના મિત્ર શક્તિસિંહ રાવત બંન્નેની બેગમાંથી હીટીરો કંપનીના ૧૦૩ રેમડેસીવીર ઈન્ડજેક્શન મળી આવ્યા હતા. આ કામમાં સપડાયેલા ૮ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ૬ લોકોની ધરપકડ કરી હતી બાદમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ક્રાઇમ ડીસીપી ચૈતન્ય આર મંડલિકે જણાવ્યું હતું કે, વિવેક અને દિશાન્ત ફાર્મા કંપની પાસેથી સેપ્ટ્રીયાઝોન સલ્બેકટમ ઇન્જેક્શન ૨૮૮૦ તથા પીપરાસિલિન ટેઝોબેકટમ ઇન્જેક્શન ૨૨૦૪ મળી કુલ ૫૦૮૪ મેળવી તેના સ્ટીકર કાઢી નાખતા હતા.

આ રહી ષડયંત્ર કારોની નામાવલી

સાબરમતી ખાતે રહેતો જય ઉર્ફે રાજેન્દ્રસીંગ ઠાકુર, ન્યુ રાણીપ ખાતે રહેતો સનપ્રિત ઉર્ફે સનિ વીરઘી, પાલડી ખાતે રહેતો રાજ વોરા, નરોડા ખાતે રહેતા નિતેષ જાેષી, કોચરબ ગામ ખાતે રહેતા શક્તિસિંહ રાવત, વડોદરા ખાતે રહેતો દિશાંત માલવીયા, પાલડી ખાતે રહેતો પારીલ પટેલ તથા વડોદરા ખાતે રહેતો વિવેક મહેશ્વરી તથા નિતેષ જાેષીનીએ ભેગા થઈને આખુ સડયંત્ર રચ્યું હતુ. જે કે ક્રાઈમ બ્રાંચની ટીમે આ સડયંત્રનો પર્દાફાશ કરીને ૭ લોકોની ધરપકડ કરી હતી.