નડિયાદ, તા.૨૧ 

ખેડા જિલ્લા મેજિસ્ટ્રેટ આઇ.કે.પટેલે વિવિધ એક્ટની કલમો હેઠળ કોરોના વાઇરસને સ્પ્રેડ થતો અટકાવવાના ભાગરૂપે ખેડા જિલ્લાના કેટલાંક તાલુકાના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યાં છે. ખેડા જિલ્‍લાના નડિયાદ શહેરના દિવ્‍ય જ્યોતિ સોસાયટી, મિશન હોસ્પિટલની બાજુમાં વિસ્‍તાર, પાડાપોળ, સલુણ બજાર વિસ્‍તાર, યશ એપાર્ટમેન્‍ટ, વાણીયાવાડ વિસ્‍તાર, છાંટીયાવાડ લીમડીનો ખાંચો વિસ્‍તાર, ન્‍યુ નડિયાદ ટાઉન પોલીસ લાઇન, તાલુકા પંચાયતની બાજુનો વિસ્‍તાર, સરદાર પાર્ક, સંતરામ રોડ વિસ્‍તાર, સંગમપાર્ક સોસાયટી, શ્રીજી સોસાયટી પાછળ પેટલાદ રોડ પાસે વિસ્‍તાર, ખાનદાસ પારેખની ખડકી નાગરવાડનો ઢાળ વિસ્‍તાર, અક્ષર હાઇટ્‌સ મિશન રોડ રામતલાવડી વિસ્‍તાર, મહાશક્તિ સોસાયટી મિશન રોડ વિસ્‍તાર, ઘનશ્‍યામનગર પીજ રોડ વિસ્‍તાર, કૈયુમપાર્ક ભોજા તલાવડી રોડ વિસ્‍તાર, શ્રીજી સોસાયટી માઇમંદિર રોડ વિસ્તાર, પંચકુઇ મોગલકોટ વિસ્‍તાર, શિવાની એપાર્ટમેન્‍ટ શીતલ સિનેમાની બાજુમાં વિસ્‍તાર, અક્ષરકુંજ સોસાયટી પીજ રોડ વિસ્‍તાર, પુષ્‍પાંજલી સોસાયટી માઇમંદિર વિસ્‍તાર, ગાંધીપાર્ક કોલેજ રોડ વિસ્‍તાર, પ્રથમ રેસીડેન્‍સી આઇ.જી. માર્ગ વિસ્‍તાર, તાલુકાના ડભાણ ગામના શાંતિવન સોસાયટી વિસ્‍તાર, ડભાણ ગામના પ્રજાપતિ ફળીયું વિસ્‍તાર, ગુતાલ ગામના સમાજ મંદિર વિસ્‍તાર, કપડવંજ શહેરના રામબાગ સોસાયટી વિસ્‍તાર, માતર તાલુકાના સોખડા ગામના શ્રીજી સોસાયટી સોખડા પાટીયા વિસ્‍તાર, ખેડા જિલ્‍લાના મહુધા શહેરના ખાટકીવાડ વિસ્‍તાર, ખેડા શહેરના સરદાર માર્કેટ ફળીયું વિસ્‍તાર, વડતાલ ગામના ગૌશાળા સ્‍વામીનારાયણ મંદિરની બાજુમાં વિસ્‍તાર, કણજરી ગામના વ્‍હોરા સોસાયટી સ્‍ટેશન રોડ વિસ્‍તાર, ઉત્તરસંડા ગામના શાંતિપાર્ક સોસાયટી રેલ‍વે સ્‍ટેશન બાજુમાં વિસ્‍તાર, કણજરી ગામના અલફાલા પાર્ક અમન વિદ્યાલય નજીક વિસ્‍તાર, ખેડા શહેરના પરા દરવાજા રામજી મંદિર વિસ્‍તાર, માતર તાલુકાના રતનપુર ગામના નવાપુરા વિસ્‍તાર તથા કપડવંજ શહેરના પંચશીલ સોસાયટી, ડાકોર રોડ વિસ્‍તારને કોવિડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્‍તારના એન્‍ટ્રી અને એક્ઝિટ પોઇન્‍ટ પર થર્મલ સ્‍ક્રીનિંગ કરવાનું રહેશે. આ વિસ્‍તારને આવરી લેતાં મુખ્‍ય માર્ગો પર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવાનો રહેશે. આવશ્‍યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્‍યવસ્‍થા સંબંધિત ફરજાે) અને સરકારી વ્‍યવસ્‍થાપનની સાતત્‍યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મૂજબ નિયંત્રણ કરવામાં આવેલ છે.

આ હુકમના ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્ટની કલમ – ૫૧ થી ૫૮ તથા ભારતીય ફોજદારી કાર્યરીતે અધિનિયમ – ૧૯૭૩ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫)ની કલમ - ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્‍વયે ખેડા જિલ્‍લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્‍સ્‍ટેબલ સુધીનો હોદૃો ધરાવનાર તમામ અધિકારી કે કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સાથે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

આ તાલુકા વિસ્તારો પણ કન્ટેઇનમેન્ટ ઝોન બની ગયાં

ખેડા જિલ્‍લાના અલીન્‍દ્રા ગામના રોહિતવાસ વિસ્‍તાર, અરેરા ગામના તળાવવાળું ફળીયુ વિસ્તાર, પીપલગ ગામના સુથારની ખડકી વીલ વિસ્‍તાર, કમળા ગામના સરપંચ ફળીયું વિસ્‍તાર, મરીડા ગામના વણકરવાસ વિસ્‍તાર, કપડવંજ શહેરના ૪૬ અર્બુદાનગર સોસાયટી વિસ્‍તાર, નડિયાદ શહેરના ડી.સી.પાર્ક વૈશાલી સિનેમા રોડ વિસ્‍તાર, મહેમદાવાદ તાલુકાના દાજીપુરા વિસ્‍તાર, કઠલાલ તાલુકાના ભાટેરા ગામના ગાયત્રી પોળ વિસ્‍તાર, કપડવંજ શહેરના ઇન્‍દ્રપ્રસ્‍થ સોસાયટી વિસ્‍તાર, નડિયાદ શહેરના જાેગેશ્વરી સોસાયટીની શિવનગર સોસાયટી પેટલાદ રોડ વિસ્‍તાર, ઉત્તરસંડા ગામના લાલ પરી ટાવર પાસે વિસ્‍તાર, અરેરા ગામના લીંબાડીયા વિસ્‍તાર, મહુધા શહેરના મોટું ખ્રિસ્‍તી ફળીયું, નાનું ખ્રિસ્‍તી ફળીયું વિસ્‍તાર, ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામના પટેલવાડો પંચાયત પાસે વિસ્‍તાર, મહેમદાવાદ શહેરના રાધેકિશન પાર્ક વિસ્‍તાર, મહેમદાવાદ શહેરના સી/૩૦૪ રાધેશ્યામ પાર્ક વિસ્‍તારને કોવિડ-૧૯ કન્‍ટેઇનમેન્‍ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે.