દેવગઢબારિયા, ગેરકાયદેસર બાંધકામમાં મોખરે રહેલ દેવગઢબારિયા નગર માં પરવાનગી વિના બનાવેલા એક કોમ્પલેક્ષને દેવગઢ બારીયા નગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ માટે નોટિસ પાઠવી ખુલાસો વાગ્યા પછી આ મામલે કોઈ કાર્યવાહી હાથ ન ધરી ભીનુ સંકેલી લેતા ગતરોજ રવિવારે આ વિવાદ વાળા કોમ્પલેક્ષમાં એક અદ્યતન હોસ્પિટલનું વાજતે ગાજતે ઉદઘાટન કરી હોસ્પિટલ કાર્યરત કરાયા છતાં આ મામલે પાલિકા તંત્ર એ સેવેલી ચૂપકીદી સામે અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે.

 તંત્રની આવી જ ચૂપકીદીના કારણે ભૂતકાળમાં ૬૪ દુકાનો વાળું શોપિંગ સેન્ટર બન્યું જરૂર હતું. એકદમ પરંતુ એક જાગૃત નાગરિકની લડતના કારણે છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી આ શોપિંગ સેન્ટરને જિલ્લા સમાહર્તાના હુકમથી સીલ મારી દેવામાં આવ્યું હતું. જે આજદિન સુધી યથાવત છે દેવગઢબારિયા નગરના વોર્ડ નંબર ૫ માં આવેલ ટાવર શેરી ચેનપુર રોડ પર કોઈપણ જાતની મંજૂરી વગર સિટી સરવે નંબર ૬૩૦ એ વાળી જમીનમાં એક કોમ્પલેક્ષ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં હાલ વિવિધ વ્યવસાયો માટેની દુકાનો કાર્યરત છે ત્યારે દેવગઢબારિયા નગરમાં એક જાગૃત નાગરિકે આ કોમ્પ્લેક્સ અંગેની જરૂરી માહિતી મેળવવા માટે દેવગઢબારીયા નગરપાલિકામાં આર.ટી.આઇ હેઠળ અરજી કરી હતી. આ કોમ્પલેક્ષ કોઈપણ જાતની મંજૂરી વગર અને ફાયર સેફ્ટીની એન.ઓ.સી વગર સદર કોમ્પલેક્ષનું બાંધકામ કર્યું હોવાની માહિતી નગરપાલિકા દ્વારા જવાબ રૂપે આપવામાં આવી હતી. પાલિકા તંત્ર દ્વારા આ કોમ્પ્લેક્સના બાંધકામ માટે નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. તે વાતને આજે દોઢ માસ જેવો સમય વિતી ગયા છતાં પાલિકા દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ તમામ બાબતોથી બારીયા નગરપાલિકા સંપૂર્ણ વાકેફ છે તેમ છતાં દેવગઢ બારીયા નગરપાલિકા તંત્ર આ કોમ્પ્લેક્સનું બાંધકામ કરનારાઓ સામે પગલા લેવામાં વામણું પુરવાર થયું છે.