અમદાવાદ-

રિપબ્લિક ટીવીના તંત્રી અર્ણવ ગોસ્વામીની ધરપકડ બાદ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અર્ણવ ગોસ્વામીની ધરપકડને લઈને સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી-કૉંગ્રેસ સરકાર પર સવાલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અભિવ્યક્તિની આઝાદી પર સ્ટેન્ડ નથી લઈ રહ્યાં તેવી વાત થઈ રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાનો મત આપ્યો છે. 

હાર્દિક પટેલે કહ્યું કે, તમે કઈ અભિવ્યક્તિની આઝાદી પર નિંદા કરો છો? ગુજરાતમાં મે સત્તા સામે અધિકારની માગ કરી તો મારા પર અલગ અલગ 32 ખોટાં કેસ કરવામાં આવ્યા, મહેસાણા જિલ્લામાં પ્રવેશ નથી કરવા દેવાતો, ગુજરાતની બહાર નથી જવા દેવામાં આવતા. શું આ બદલાની ભાવના નથી, મારી અભિવ્યક્તિની આઝાદીનું શું? એમણે કહ્યું કે, બિનભાજપી રાજ્યમાં પોતાના પર આવે છે તો અભિવ્યક્તિની આઝાદી યાદ આવે છે. જ્યાં ભાજપનું રાજ છે ત્યાં અમારા જેવા યુવાનો સાથે જે થાય છે એના પર એક શબ્દ નથી બોલી શકતાં, કેમ ડર લાગે છે? ભેદભાવ તો તમે કરો છો અને અમારા જેવા નિર્દોષોએ ભોગવવું પડે છે.