અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર જ મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટની સુવિધા મળી રહેશે. જેના કારણે એરપોર્ટ પરથી વિદેશ જતા અલબત્ત કનેક્ટીંગ મુસાફરોને ઓન ધ સ્પોટ ટેસ્ટ કરવાની સેવા મળતા ઘણી રાહત થશે. મહારાષ્ટ્ર સરકારે અમદાવાદ સહિત ગોવા, રાજસ્થાન, દિલ્હીથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે. તેમજ અમદાવાદથી દુબઇ જતા મુસાફરોને નેગેટિવ ટેસ્ટની કોપી ટિકિટ સાથે રાખવી આવશ્યક છે. ત્યારે અમદાવાદના અતિવ્યસ્ત રહેતા એરપોર્ટ પર આજથી બુધવારથી મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટની સુવિધા મળી રહેશે. ખાસ કરીને ઇમરજન્સીમાં મુંબઇ જનાર મુસાફરોને પણ ફાયદો થશે. આ ઉપરાંત એરપોર્ટ પરથી અવરજવર કરનાર મુસાફરને સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવો હોય તો પણ કરી શકશે.  

આ સુવિધા એરપોર્ટ પર ડેમેસ્ટિક-ઇન્ટરનેશનલ એરપોર્ટને જાેડતા એસ્કેલેટરની બંને સાઇડે અંદરની બાજુએ ૨૪ કલાક માટે મેડિકલ ટીમ તૈનાત કરાઇ છે. ઘણી વખત એરપોર્ટ પર આરટી-પીસીઆર વિના જ એરપોર્ટ પર પહોંચી જતા મુસાફરોએ ઘરે પરત ફરવુ પડયુ છે. એટલું જ નહીં અમદાવાદથી કનેકીંટગ મુસાફરો જે મુંબઇ જતા હોય અથવા વિદેશ જતા હોય તેમની પાસે સમય હશે તો આ સુવિધાનો લાભ એરપોર્ટ પર જ લઇ શકશે. આ રિપોર્ટ મુસાફરોને પાંચ કલાકમાં મોબાઇલ પર જ મળી રહેશે. એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ માટે એક ખાનગી કંપનીને કામગીરી સોંપવામાં આવી છે, જે સરકારના ધારાધોરણ મુજબ મુસાફરો પાસેથી ટેસ્ટીંગનો ચાર્જ વસૂલ કરશે.ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અવર-જવર કરતી પાંચ ફ્લાઇટ કેન્સલ રહી છે જ્યારે પાંચના શેડયૂલ ૧ કલાકથી વધુ સમય માટે ખોરવાયા છે. સ્પાઇસ જેટની અમદાવાદ-જમ્મુ, જમ્મુ-અમદાવાદ, ઇન્ડિગોની લખનૌ-અમદાવાદ, અમદાવાદ-લખનૌગો એરની મુંબઇ-અમદાવાદ ફ્લાઇટ કેન્સલ રહી હતી. ગો એરની કોલકાતા-અમદાવાદને ૧.૩૦ કલાક, સ્પાઇસ જેટની અમદાવાદ-વારાણસીને ૧.૧૨ કલાક, વારાણસી-અમદાવાદને ૧.૧૫ કલાકનો વિલંબ થયો હતો.