અમદાવાદ-

એક તરફ દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ છે અને તેનાથી બચવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જાેકે હાલના સંજાેગોમાં ઓક્સિજન અને રેમડિસિવિર ઇન્જેક્શનની ખુબજ ખોટ પડી રહી છે અને તે માટે સરકાર પોતાની રીતે પ્રયત્ન તો કરી રહી છે. પરંતુ હાલ પણ કેટલીક જગ્યા ખૂટી રહ્યા છે. તેવા માં પણ કેટલાક લોકો પોતાના આર્થિક ફાયદા માટે ઈન્જેકશનનું કાળા બજારી કરી રહ્યા છે.તેવો જ એક વધુ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યા છે. જ્યાં ૩ લોકોથી વધુ લોકો ભેગા થઈ ને હોસ્પિટલનો ખોટો લેટર પેડનો ઉપયોગ કરી ૩૦થી વધુ ઈન્જેકશન હોસ્પિટલમાંથી મેળવી લીધા છે. અને જે ઘટના સામે આવતા અરજી કરવામાં આવી અને પોલીસે અરજી બાદ તપાસ કરતા હકીકત સામે આવી અને જેમાં ૩ લોકો નું નામ જાેગ ત્યારે અન્ય અજાણ્યા લોકો સામે ફરિયાદ કરી છે.ઘટનાની વાત કરીએ તો પોલીસ ને અરજી મળી હતી. અને અરજીની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે સિફા હોસ્પિટલના નામે ખોટા લેટર પેડ તૈયાર કરવામાં આવ્યા હતા અને જેના આધારે ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ સુધીમાં કુલ ૩૦ જેટલા ઈન્જેકશન મેળવી લેવામાં આવ્યા છે.

તપાસ માં સામે આવ્યું છે કે આરોપીમાં હાલ સિફા હોસ્પિટલમાં કામ કરતા અલ્તાફ લોહિયા સાથો સાથ હોસ્પિટલમાં પેહલા કામ કરતી યાશ્મીન અને જકિર હુસૈન અને અન્ય લોકોના નામ સામે આવ્યા છે. હાલ પોલીસે આ મામલે ૨ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. અને તમામ આરોપીઓ સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને બાકી ન આરોપીઓની તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક ૧૪,૩૪૦ કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ ૭૭૨૭ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. જેમાં અમદાવાદની સંખ્યા ૫૦૦૦ને વટાવી ગઈ છે. દરમિયાનમાં આજે ૧૫૮ દર્દીનાં દુઃખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક ૫૯૭૯ કેસ નોંધાયા છે.