દિલ્હી-

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેકટર સળગાવવાના મામલે દિલ્હી પોલીસે મંગળવારે પંજાબ યુથ કોંગ્રેસના પ્રમુખ બરિન્દર ઢીલ્લોનની ધરપકડ કરી હતી. સોમવારે ઈન્ડિયા ગેટ પર કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર સળગાવી દેવામાં આવ્યું હતું. જુનું ટ્રેક્ટર વાહનમાં લાવ્યું હતું. દિલ્હી પોલીસે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી. પકડાયેલા લોકો પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકર્તા ગણાવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે આ ઘટના માટે વિપક્ષોને નિશાન બનાવ્યા છે.

ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર સળગાવવાના આરોપમાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી. તે બધા પંજાબના છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓનાં નામ મંજોતસિંહ, રમણદીપસિંહ સિંધુ, રાહુલ, સાહેબ અને સુમિત છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા તમામ યુવકો પોતાને પંજાબ યુથ કોંગ્રેસના નેતા પણ કહેતા હતા.

તે જ સમયે, પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે સોમવારે શહીદ ભગતસિંહના પૂર્વજ ગામમાં તેમના ધરણા પ્રદર્શન દરમિયાન બનેલી ઘટના અંગે વિરોધીઓને બચાવ કરતાં કહ્યું હતું કે, "જો મારું ટ્રેક્ટર છે અને હું તેને બાળી નાખવા માંગુ છું ... તો તેમાં લોકોને તકલીફ કેમ છે? " તેમણે કહ્યું, 'આજે સવારે દિલ્હીમાં ટ્રેકટર સળગાવવું લોકોનો રોષ દર્શાવે છે. તે દર્શાવે છે કે લોકો કેવું અનુભવે છે ... તેમનો ગુસ્સો બતાવવામાં આવી રહ્યો છે. ખેડુતોને ખબર નથી હોતી કે હવે તેમનું ઉત્પાદન કોણ ખરીદશે. "