ભરૂચ, ભારત દેશની આઝાદીના અમૃત તુલ્ય મહોત્સવી વર્ષમાં “મિટ્ટી સત્યાગ્રહ” યાત્રાના માધ્યમથી સ્વતંત્રતા સંગ્રામ દ્વારા નિર્મિત ભારતીય બંધારણથી પ્રસ્થાપિત મૂલ્યોના જતન અને રક્ષણ માટેના સંદેશ જન જન સુધી લઈ જવાના હેતુ સાથે ૩૦ માર્ચ થી ૫ એપ્રિલ સુધી દાંડીથી દિલ્હી જવાની યાત્રા ગુજરાત સહીત રાજસ્થાન, હરિયાણા અને પંજાબ ના વિવિધ સ્થળોની મુલાકાત લેશે તેમજ દરેક સ્થળેથી માટી લઈ દિલ્હી પહોંચશે. જે યાત્રા પ્રથમ દિવસે ભરૂચ સેવા આશ્રમમાં ગાંધી સ્મૃતિ સ્થળે પહોંચી હતી.

છોટુભાઈ પુરાણી, ડો.ચંદુલાલ દેસાઈ અને દીનકર રાવ સહિત ગાંધીજીની મુર્તિ ને સુતરની આંટી અર્પણ કરી ખેડુત હિતરક્ષક દળ દ્વારા ભરૂચ જીલ્લાના ૫૬ ગામોના ખેડુતો પાસેથી એકત્રિત કરેલી માટી ખેડુત હિતરક્ષક દળ તેમજ ભરૂચ શહેરના હાજર આગેવાનો એ “એક હે માટી એક હે લોગ, દેશ હમારા ભારત કે હમ લોગ. કિસાન રહેગા, તો રહેગા દેશ” ના બુલંદ નારા સાથે યાત્રીઓને માટી અર્પણ કરી હતી. કિસાન સંધર્ષ સમિતિના અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સંધર્ષ સમિતિ વર્કિંગ ગૃપના સભ્ય તથા જનઆંદોલન રાષ્ટ્રીય સમન્વયના રાષ્ટ્રીય સંયોજક, પૂર્વ વિધાયક ડો.સુનિલમ એ જણાવ્યું કે દેશમાં ૧૨૩ દિવસથી ચાલી રહેલ કિસાન આંદોલનના સમર્થનમાં આઝાદી આંદોલન દરમિયાન ગાંધીજી દ્વારા દાંડી યાત્રા કરી હતી તેની યાદમાં મિટ્ટી સત્યાગ્રહ યાત્રા કાઢવામાં આવી છે