વડોદરા, તા.૭

લાકડાઉનની છૂટછાટમાં શહેરમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે સાથે મૃત્યુનો ગ્રાફ પણ વધી રહ્યો છે. છેલ્લા વિતેલા ર૪ કલાકમાં આજે વધુ ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બિનસત્તાવાર મૃત્યુઆંક ૧૦૪ પર પહોંચ્યો હતો. આ સિવાય લેવામાં આવેલા કુલ ૧૪૪ સેમ્પલોમાંથી નવા ૩૫ પોઝિટિવ કેસો નોંધાતાં શહેરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૧૩૦૫ પર પહોંચી હતી. જ્યારે શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહેલા ૨૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં તેમને રજા આપવામાં આવી હતી. 

કોરોનાની સારવાર મેળવી રહેલા ચાર દર્દીઓનાં મોત નીપજતાં બિનસત્તાવાર મૃત્યુઆંક વધીને ૧૦૦ને પાર કરી ૧૦૪ પર પહોંચ્યો હતો. આજે મોતને ભેટેલામાં વાઘોડિયા રોડ પર શ્રીનાથદીધ સોસાયટીમાં રહેતા હરીશભાઈ પરસોત્તમદાસ પંચોલી (ઉં.વ.૫૩), રાજેન્દ્રસિંગ નરવતસિંગ ગોહિલ (ઉં.વ.૫૮, રહે. વાઘોડિયા રોડ, ચીમનલાલ પાર્ક, પૂનમ કોમ્પલેક્સ પાસે), ધનજીભાઈ બેચરભાઈ પરમાર (ઉં.વ.૬૭, રહે. કિશનવાડી) અને ડભોઈ બસસ્ટેન્ડ પાસે રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં રહેતા કુલીનચંદ્ર ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ.૭૮)નો સમાવેશ થાય છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાંથી આજે લેવામાં આવેલા કુલ ૧૪૪ સેમ્પલો પૈકી ૩૫ પોઝિટિવ કેસો નોંધાતાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૩૦૫ સુધી પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થયેલા ર૮ દર્દીઓને રજા આપવામાં આવી હતી. હાલ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા ૪૬૩ દર્દીઓ પૈકી ૩૯૪ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું, જ્યારે ૪૩ દર્દીઓ ઓÂક્સજન પર અને ૨૬ દર્દીઓ વેÂન્ટલેટર પર હોવાનું 

તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. 

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના દર્દીઓ પ્રત્યે બેન્કર્સ હાર્ટના સંચાલકોનું અમાનવીય વર્તન 

માંજલપુર વિસ્તારમાં આવેલ બેન્કર્સ હાર્ટ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વાઘોડિયા રોડ પર આવેલ શ્રીનાથદીપ સોસાયટીમાં રહેતા હરીશભાઈ પરસોત્તમદાસ પંચોલી (ઉં.વ.૫૩)ને શ્વાસની તકલીફની સારવાર માટે દાખલ કરાયા હતા. જે તે સમયે હોસ્પિટલના સંચાલકોએ દર્દીના પરિવારજનો પાસે રૂ.૧ લાખની પ્રથમ ડિપોઝિટ મુકાવી હતી. હરીશભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તબીબોએ સારવાર હાથ ઘરી હતી. દરમિયાન તેમનું ગત મોડી રાત્રે અચાનક મોત નીપજ્યું હતું. હોસ્પિટલના સંચાલકોએ મૃતકના પરિવારજનો પાસે કોરોનાના બહાને બીજા રૂ.૮૦ હજારની માગણી કરી હતી, જે બાબતે મૃતકના પરિવારજનો અને હોસ્પિટલના સંચાલકો વચ્ચે ચકમક ઝરી હતી. જેમાં હોસ્પિટલના સંચાલકોએ માનવતા નેવે મુકી મૃતદેહ આપવાની ના પાડી રૂ.૮૦ હજારની ઉઘરાણી કરી પાંચ કલાક સુધી પરિવારજનોને ટટરાવ્યા હતા. હોસ્પિટલના સંચાલકોના અમાનવીય વર્તનથી રોષે ભરાયેલા પરિવારજનોએ પોલીસને બોલાવી કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. જા કે, પોલીસની એન્ટ્રી તેમજ હોસ્પિટલની બદનામીના ડરથી સંચાલકોએ પોલીસની દરમિયાનગીરી બાદ હરીશભાઈનો મૃતદેહ આપવામાં આવ્યો હતો. 

ગોત્રી હોસ્પિટલમાં સલાહકારો સાથે મિટિંગ 

આજરોજ ગોત્રી હોસ્પિટલમાં ડા. વિનોદ રાવની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. જેમાં ગાંધીનગર થી પી.આઇ.યુ.ના મુખ્ય ઇજનેર,અધિક્ષક ઇજનેર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.તેમની સાથે એર કંડીશનિંગ અને વીજ પુરવઠાના સાતત્ય અંગે વિચાર વિમર્શ કરવાની સાથે આ તમામ સિસ્ટમ સમુચિત રીતે ચાલતી રહે એ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અધિક્ષક ઇજનેર આ તમામ બાબતોનું વડોદરામાં રોકાણ કરીને નિરાકરણ આણે એવી સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ થી આવેલા ઓકિસજન મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટરે પણ ભાગ લીધો હતો.તેમની સાથે વેન્ટિલેટર અને બી.આઇ.પી. તેમજ એ.પી એસ.ને પાઇપ દ્વારા ઓકિસજન પુરવઠા ને લગતી બાબતોની ચર્ચા કરીને મુશ્કેલીઓના ઉચિત નિરાકરણ ની સૂચનાઓ આપવામાં આવી હતી. ડો.રાવના જણાવ્યા પ્રમાણે હાલમાં દિલ્હીની એજન્સીના ઇજનેરો શહેરમાં આવ્યાં છે જે ગોત્રી હોસ્પિટલમાં ૧૫ અને એસ એસ.જી.હોસ્પિટલમાં ૧૦ વેન્ટિલેટર ની સ્થાપના કરી રહ્યાં છે. 

ડો.વિનોદ રાવે આઇસીયુ અને અન્ય વિભાગોની ઓચિંતી મુલાકાત લીધી 

ગોત્રી કાવિડ ૧૯ હોસ્પિટલ ખાતે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ હોસ્પિટલના વિવિધ આઇસીયુ,જનરલ વોર્ડ અને ડાયાલિસિસ વોર્ડની વહીવટી અઘિકારીઓ,તબીબી અઘિકારીઓ અને પી. આઇ.યુ.તેમજ સંબંધિત એજન્સીઓ ના પ્રતિનિધિઓને સાથે રાખીને મુલાકાત લીધી