અમદાવાદ-

કોરોનાકાળમાં આ વર્ષે નવરાત્રીનું આયોજન થઇ રહ્યું છે.જેને લઇને ગુજરાતીઓ તો હરખના હૈલે ચડ્યા છે.ભલે ૪૦૦ લોકોની મંજૂરી આપવામાં આવી હોય પરંતુ આ વખતે નવરાત્રીની ભારે ઉત્સાહથી સૌ કોઇ રાહ જોઇ રહ્યું છે.


ત્યારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ખેલૈયાઓ પ્રેક્ટીસ માટે પહોંચ્યા હતા.


નવરાત્રી નજીક આવતા જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પાઘડીમાં નરેન્દ્ર મોદી અને કોરોના ની થીમ પર બનાવેલ પાઘડી પહેરી તથા ટ્રેડિશનલ ડ્રેસમાં ભવાની પ્રેક્ટિસ કરી


આ વખતની નવરાત્રી માટે સૌ કોઇ આતુર છે ત્યારે અત્યારથી જ ખેલૈયાઓએ પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે.