વડોદરા

ગાયકવાડી શાસન દરમિયાન શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવાયેલા આજવા સરોવરમાંથી આજે પણ અડધા ઉપરાંત શહેરને પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે ચોમાસામાં સરોવર ઉપર લગાવાયેલા ૬૨ દરવાજાનું મેઈન્ટેનન્સ અને આસપાસ ઊગેલા ઝાડી-ઝાંખરાંનું કામ પાલિકાને હાથ ધર્યું હતું.

દર વરસે ચોમાસા પહેલાં પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે પાણી પુરવઠા વિભાગે આજવા સરોવરના ખાતેના ઐતહાસિક ૬૨ દરવાજા ઉપર કામગીરી હાથ ધરી હતી જેમાં દરવાજાને ખોલવા-બંધ કરવા માટે યંત્રોની સાફસફાઈ અને ઓઈલિંગની કામગીરી કરી ચોમાસા દરમિયાન જરૂરિયાત સમયે કોઈ અડચણ ન આવે એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એવી જ રીતે ૬૨ દરવાજામાંથી છોડાતા પાણીમાં કોઈ અવરોધ ઊભો ન થાય એ માટે આસપાસ ઊગેલા ઝાડી-ઝાંખરાંને પણ પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓએ દૂર કર્યા હતા.