ગાંધીનગર-

અસામાન્ય રીતે ગરમ થઇ રહેલી અરબી સમુદ્રની સપાટીને કારણે આ ચોમાસામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે જેને લઈને અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઊભી થવા પામી છે. ગયા ઓગષ્ટ મહિના દરમ્યાન કચ્છ-સૌરાષ્ટ્રને પખાળતા અરબી સમુદ્રની સપાટીના ઉષ્ણતામાનમાં બેથી ત્રણ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલો વધારો નોંધાયો છે.

સામાન્ય રીતે ઓગષ્ટ મહિના દરમ્યાન અરબી સમુદ્રની સપાટી પરનું ઉષ્ણતામાન ૨૭થી ૩૦ ડિગ્રી સે. જેટલું હોય છે પણ ચાલુ વર્ષે આ ઉષ્ણતામાન ૨૯થી ૩૨ ડિગ્રી સે.જેટલું ઊંચું રહેવા પામ્યું હતું, જેને કારણે ચોમાસાની પરિસ્થિતિ સક્રિયથી અતિ સક્રિય થવા પામી છે અને સામાન્ય વરસાદની સરખામણીમાં આ વખતે દોઢથી ચાર ગણો વરસાદ થવા પામ્યો છે.

છેલ્લા એક દસકાથી અરબી સમુદ્રની સપાટી પરનું તાપમાન વધ્યું છે જેને કારણે સમુદ્રની સપાટી પરની હવાઓ પણ ગરમ થવા પામી છે. આ ગરમ અને ભેજયુક્ત હવાઓને કારણે મોટા જથ્થામાં ભેજનું પ્રમાણ કચ્છ-સૌરાષ્ટ્રમાં હજુ પણ ઠલવાઇ રહ્યું છે. ઉત્તર તરફના અરબી સમુદ્રમાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધી રહ્ય્šં છે. આ પરિસ્થિતિની અસર ગુજરાત ઉપરાંત છેક રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી જાેવા મળી રહી છે.

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ એમ.રાજીવને જણાવ્યું છે કે, સમગ્ર પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં આગામી ચોમાસમાં ભારે વરસાદ થતો રહેવાની શક્્યતા છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી અને નેશનલ ઓસિયેનિક એન્ડ એટમોસફેરિક એડમિનિસ્ટ્રેશન જેવી સંસ્થાઓ દ્વારા પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.