અમદાવાદ, ગુજરાતમાં પાણી મોંઘુ થવા જઈ રહ્યું છે. માત્ર પીવાનું પાણી જ નહિ, પરંતુ ઉદ્યોગો માટેના વપરાશનું પાણી પણ મોંઘું થઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આગામી વર્ષથી પાણીના ભાવમાં વધારો થશે. માર્ચ ૨૦૨૧ થી પીવાનું પાણી ૧૦૦૦ લિટરે ૩૮ પૈસા અને ઔદ્યોગિક ઉપયોગના પાણીમાં ૧૦૦૦ લિટરે ૩.૧૩ રૂપિયાનો વધારો થવાનો છે. આગામી નવા વર્ષથી ગુજરાતવાસીઓને પાણીના વપરાશ માટે વધુ રૂપિયા આપવાના રહેશે. ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકો પર આ ભાવવધારો લાગુ પડશે. ગુજરાતમાં ઠેરઠેર પીવા અને ઉદ્યોગો માટે નર્મદાના પાણીનો ઉપયોગ કરવામાં આવશે. માર્ચ ૨૦૨૧ પછી પીવા માટેના પાણીના દરમાં ૩૮ પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં ૩.૧૩ રૂપિયાનો વધારો થશે.