વડોદરા : હાઈપ્રોફાઈલ રેપ કેસમાં અશોક જૈનના ધારાશાસ્ત્રી દ્રારા ચોકવનારો ધટસ્ફોટ કરવામાં આવ્યો છે.જેમાં પીડિતા સાથે જે દિવસે દૂષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે અશોક જૈન લખનૌઉમાં હોવાના પુરાવાઓ રજુ કરવામાં આવ્યા છે.

 અશોક જૈનના અગોતરા જામીન રદ કરવા માટે પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવેલા સોગંદનામામાં દર્શાવેલા કારણોમાં જણાવ્યું હતું કે ૨૦૨૧ ના સપ્ટેમ્બર માસની બીજી અથવા ત્રીજી તારીખના રોજ અશોક જૈન પીડિતાના ફ્લેટ પર ટીફીન લઈને ગયો હતો. જ્યાં પીડિતાને જમવાનું કહેતા તેણીએ ના પાડી હતી. જેથી અશોક જૈન ઉસ્કેરાઈને પીડિતાના વાળ પકડી બેડરૂમમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ દૂષ્કર્મ આચર્યું હતું. જેની સામે અશોક જૈનના ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા દ્વારા ચોકાવનારો ધટસ્ફોટ કર્યા હતો.જેમાં પોલીસે કોર્ટ રજુ કરેલા સોગંદનામામાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ હોવા અંગેની તારીખ દર્શાવેલી છે. તે તારીખ ૨ અથવા ૩-૯-૨૦૨૧ના રોજ વડોદરામાં નહી હોવાનું અને પ્રવાસ અર્થે શહેર બહાર હોવાનું જણાવવાની સાથે જરૂરી પુરાવાઓ તરીકે પ્લેનની ટીકીટો રજુ કરી હતી. જે પુરાવામાં તારીખ ૧-૯-૨૧ થી તારીખ ૩-૯-૨૧ દરમિયાન અશોક જૈન લખનૌઉની હોટલમાં હતા.તારીખ ૧ સપ્ટેમ્બરના રોજ તેઓની વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી લખનૌઉની ફલાઈટ હતી. અશોક જૈને ૩ સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી વડોદરા ફલાઈટમાં પરત ફર્યા હતા.

અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણી હવે આઠમી ઓક્ટોબરે કરાશે

હરિયાણાની યુવતી પર દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં અશોક જૈનના આગોતરા જામીન અરજીની સામે પોલીસે સોગંદનામું રજુ કર્યું છે. જેની સુનાવણી આગામી આઠમી ઓક્ટોબરના રોજ થશે.

હરિયાણાથી શહેરમાં લોનો અભ્યાસ કરવા આવેલી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જૈન ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ અશોક જૈન સામે ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના પંદર દિવસ પછી પણ આરોપીને પોલીસ પકડી શકી નથી. અશોક જૈને આગોતરા જામીન માટે અરજી મુકી છે. બન્ને પક્ષોની રજૂઆત બાદ અક્ષેની અદાલતે અશોક જૈનની આગોતરા જામીન અરજીની સુનાવણી આગામી આઠમી ઓક્ટોબર પર મુલત્વી રાખી છે.

સમીર અને રજનીશની તપાસ જરૂરી

ગોત્રીના આખા પ્રકરણમાં હવે માંજલપુરના સમીર નામના ઇસમની પણ સંડોવણી હોવાનું ચર્ચાએ જાેર પકડ્યું છે જેમાં વિવાદીત જમીનોના સોદાઓમાં વચેટીયાની ભુમિકા ભજવતો સમીર રેવન્યુ વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામ કઢાવા યુવતીઓ સપ્લાય કરતો હોવાનું માનવામાં આવે છે. આરોપી રાજુ ભટ્ટ અને કાનજી મોકરીયા સાથે એ નિયમિત સંપર્ક ધરાવતો હોવાથી અન્ય યુવિતઓનું પણ શારીરીક શોષણ આરોપીએ સમીરની મદદથી કર્યું હોવાનું માનવામાં આવે છે. એવી જ રીતે રજનીશ નામનો ઇસમ ઉચ્ચ પોલીસ અધિકારીઓને શરાબ સુંદરીઓે પુરી પાડતો હોવાનું કહેવાય છે એની તપાસ થવી જરૂરી છે.

ક્રાઇમબ્રાંચની ટીમ લખનઉ-દિલ્હી જશે

ક્રાઇમ બ્રાંચની એક ટીમ હવે દિલ્હી - લખનઉ એરપોર્ટ અને હોટલ ખાતે જઇ તપાસ હાથ ધરશે એમ ક્રાઇમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત આરોપી તર્ફે રજૂ કરાયેલા અન્ય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

તાહેર પિપલોદવાલાને કેમ છોડી દેવાયો?

યાદીમાં તાહેર પીપલોદવાલાનું નામ હતું. એની સામાન્ય પુછપરછ કરી જવા દેતા ખુદ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે અને તાહેર અને અશોક જૈન વચ્ચે વ્યાપારીક સબંધો પણ હોવાનું કહેવાય છે. એની પુરતી તપાસ કરવી જાેઇએ. મહત્વની વાત તો એ છે કે ઇન્વેસ્ટરો સાથે સઇ જવા પિડીતાને દબાણ કરાતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે ત્યારે નિર્સગ એપાર્ટમેન્ટમાં બેની અવર જવાર અંગે સીસીટીવીના ફુટેજની તપાસ થવી જાેઈએ.

અશોક જૈન એ સમયે વડોદરામાં હાજર હોવાના પુરાવા

આરોપી અશોક જૈનના વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા સામે ક્રાઇમ બ્રાંચ પાસે બીજી અને ત્રીજી તારીખે અશોક જૈન વડોદરામાં જ હાજર હોવાના સજ્જડ પુરાવા હાથ લાગી ચુક્યા હતાં અને અદાલત સમક્ષ બંધ કવરમાં મુકાયા હોવાનું ક્રાઇમ બ્રાંચના અંત્યત વિશ્વાસુ સુત્રોએ જણાવ્યું છે. જેમાં સીસીટીવી ફુટેજ જેવા મહત્વના પુરાવા ઉપરાંત મોબાઇલ લોકેશન જેવા ટેકનીકલ પુરાવા પણ હોવાનું બહાર આવ્યું છે. આમ ૮મી તારીખે આગોતરા જામીન અરજી નામંજુર જ થાય એવા મજબુત પુરાવા હોવાથી કોર્ટ અરજી રીજેક્ટ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.