દિલ્હી-

દેશના પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો ગઈકાલે આવી ગયા છે. આ પાંચમાંથી ખાસ કરીને પશ્ચિમ બંગાળને લઇને ચર્ચાઓ વધુ થઇ રહી છે. આ વચ્ચે ્‌સ્ઝ્ર નાં શાનદાર પ્રદર્શન પર દેશભરમાંથી મમતા દીદીને તમામ પોલિટિકલ પાર્ટી તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે, ત્યારે તેમાં એક નામ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું પણ છે.

આપને જણાવી દઇએ કે, દેશની સૌથી મોટી અને સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીને આ પાંચેય વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે. બંગાળમાં મહાગઠબંધન ડાબેરીઓ સાથે લડ્યું, પરંતુ કોંગ્રેસ ત્યાં ખાતું પણ ખોલાવી શકી નહીં. બંગાળમાં મમતા બેનર્જીની હેટ્રિક બાદ કોંગ્રેસનાં નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને મમતા બેનર્જીને અભિનંદન આપ્યા હતા. રાહુલ ગાંધીની અભિનંદનની સાથે જ ઘણાં ટિ્‌વટર યુઝર્સે મુખ્યમંત્રી મમતાને અભિનંદન આપવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરી છે. તેમાંથી બોલિવૂડ ફિલ્મનાં નિર્માતા અને એક્ટિવિસ્ટ અશોક પંડિત પણ છે.સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય એવા એક્ટિવિસ્ટ અશોક પંડિતે એક સંદેશ લખીને રાહુલ ગાંધીનાં અભિનંદનભર્યા ટ્‌વીટને તેમની પોસ્ટ પર ઉમેરતા કટાક્ષ કર્યો છે. સૌ પ્રથમ, આપને જણાવી દઈએ કે, અશોક પંડિત ભારતીય ફિલ્મ નિર્માતા, સામાજિક કાર્યકર્તા અને હાલમાં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સનાં એસોસિએશનનાં અધ્યક્ષ છે. તેમણે રાહુલ ગાંધી દ્વારા મમતા બેનર્જીને અભિનંદન આપતા કટાક્ષ કર્યો છે. અશોક પંડિતે લખ્યું – બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના! પોતે ક્યાયનાં નથી રહ્યા અને ચાલ્યા છે મમતાજીને અભિનંદન પાઠવવા!

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ મમતા બેનર્જીને અભિનંદન આપતા લખ્યું હતું કે, હું ભાજપને પરાજિત કરવા બદલ મમતાજી અને પશ્ચિમ બંગાળનાં લોકોને અભિનંદન પાઠવુ છું. જે બાદ ટ્‌વીટર યુઝર્સ રાહુલ ગાંધીને જાેરશોરથી ટ્રોલ કરી રહ્યા છે. તાપસવી ગિરી નામનાં યુઝર્સે લખ્યું છે કે, બંગાળમાં ૨ ટકા વોટ લાવનારી ૧૩૬ વર્ષ જુની પાર્ટી પ્રાદેશિક પક્ષને અભિનંદન પાઠવી રહી છે. ભાઈ, આવા વિશ્વાસની જરૂર છે, તે ક્યાંથી આવે છે? સ્મિતા દેશમુખે લખ્યું ‘ઝીરો વધારે ખુશ!’