કાશ્મીર

કાશ્મીરમાં નવી ટૂરિસ્ટ સીઝનની શરૂઆત થતાં જ એશિયાનું સૌથી મોટું ટ્યૂલિપ ગાર્ડન લોકો માટે ખુલી ગયું છે. અગાઉ સિરાજ બાગ તરીકે ઓળખાતા, ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનને વર્ષ 2008 માં તત્કાલીન મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે ખોલ્યો હતો. ટ્યૂલિપ ગાર્ડન જબરાવન પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે અને એશિયામાં સૌથી મોટું ટ્યૂલિપ બગીચો છે. 

ટ્યૂલિપ ગાર્ડન લગભગ 30 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. કાશ્મીર ખીણમાં ફ્લોરીકલ્ચર અને પર્યટનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પાર્ક ખોલવામાં આવ્યો હતો.

આ બગીચામાં આ વર્ષે વિવિધ જાતના લગભગ 15 લાખ ફૂલો રોપવામાં આવ્યા છે. હજી સુધી, બગીચામાં લગભગ 25 ટકાનો વધારો થયો છે.

ટ્યૂલિપ ગાર્ડનમાં આ વર્ષે 62 જાતના ટ્યૂલિપ્સ છે. ટ્યૂલિપ ફૂલો સરેરાશ ત્રણથી ચાર અઠવાડિયા સુધી ચાલે છે, પરંતુ ભારે વરસાદ અથવા ખૂબ ગરમી તેમને નષ્ટ કરી શકે છે. ફ્લોરીકલ્ચર ડિપાર્ટમેન્ટ તબક્કાવાર રીતે ટ્યૂલિપ્સ રોપશે જેથી ફૂલો એક મહિના કે તેથી વધુ સમય સુધી બગીચામાં રહે.

પ્રવાસન વિભાગે ખીણમાં નવી પર્યટન સીઝનની શરૂઆત હેઠળ આવતા મહિનાના પ્રથમ અઠવાડિયામાં બાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમની યોજના બનાવી છે.

ટ્યૂલિપ ગાર્ડન સ્થાપવાનો હેતુ પ્રવાસીઓને બીજો વિકલ્પ આપવાનો હતો અને દર વર્ષે મે મહિનામાં શરૂ થનારી ટૂરિસ્ટ સીઝનને આગળ વધારવાનો હતો. અહીં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે.

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ગત વર્ષે બંધ કરવામાં આવ્યું હોવાથી બે વર્ષના અંતરે આ બગીચો ખોલવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફ્લોરીકલ્ચર ડિપાર્ટમેન્ટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનો અમલ થાય તે સુનિશ્ચિત કરવા પૂરતા પગલા લીધા છે.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેવા અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોની આતિથ્યશીલતાનો આનંદ માણવાની વિનંતી કરી. મોદીએ કહ્યું, "જ્યારે પણ તમને તક મળે ત્યારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લો અને સુંદર ટ્યૂલિપ બગીચાની મુલાકાત લો."

તેમણે કહ્યું, "ટ્યૂલિપ્સ સિવાય, તમે જમ્મુ-કાશ્મીરના લોકોની આતિથ્ય મહેમાનગતિનો અનુભવ કરશો." એક બીજા ટ્વિટમાં મોદીએ કહ્યું કે, "25 માર્ચ જમ્મુ-કાશ્મીર માટે ખાસ છે. જબરાવન પર્વતની તળેટીમાં અદ્ભુત ટ્યૂલિપ બગીચો મુલાકાતીઓ માટે ખુલશે. બગીચામાં 64 થી વધુ જાતોના 1.5 મિલિયનથી વધુ ફૂલો જોવા મળશે."