રાજપીપળા, ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહેરાયો છે.એક તરફ સમગ્ર ગુજરાતમાં ભાજપ ઉત્સાહ મનાવી રહ્યુ છે તો બીજી તરફ કોંગ્રેસ બીટીપી સહિત અન્ય રાજકીય પક્ષોએ ભાજપની જીત પર સવાલ ઉઠાવ્યા છે.બીટીપીના સર્વેસર્વા છોટુભાઈ વસાવા અને બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે આ ભાજપની જીત છે જ નહીં આ તો ઈવીએમનો કમાલ છે.બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જણાવ્યું કે જનતાએ જે ર્નિણય કર્યો છે એને અમે સ્વીકારીએ છીએ માથે ચઢાવીએ છીએ.છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વિધાનસભા લોકસભામાં જાે વિવીપેટ હોય છે તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કેમ ન્હોતું રખાયું, ભાજપની આ છેતરપીંડી કરવાની સાજીસ છે.મેં કોને મત આપ્યો છે એની મને ખુદને ખબર નથી પડી.અમે આ મુદ્દે કોર્ટના દ્વાર ખખડાવીશું.લોકોના માનસ પર ખોટી અસર પાડવા અને લોકોને આકર્ષવા માટે મહાનગર પાલિકાનું પેહલા પરિણામ જાહેર કર્યું છે.આ સરકાર કે ભાજપની જીત છે જ નહીં આ તો ઈવીએમનો કમાલ છે.ગુજરાતમાં છડેચોક ઘરે ઘરે દારૂ મળે છે, પોલીસ પણ મત માટે દારૂની પોટલીઓ લઈને ફરે છે.ગુજરાતમાં દારૂ બંધી છે જ નહીં, ચુંટણીમાં ખુલ્લેઆમ દારૂ અને પૈસા વેચાય છે.પોલીસ પ્રજાનો સાચો મિત્ર નથી પણ પોલીસ પ્રજાને લૂંટે છે.