અમદાવાદ, બોપલમાં દુકાનદાર પાસે પૈસાની ઉઘરાણીએ આવેલા ૭ વ્યક્તિને પછી પૈસા આપવાનું કહેતા ૭એ દુકાનદાર સાથે મારઝુડ કરી પેન્ટ ઉતારી વિડીયો બનાવી ઈલેક્ટ્રીક બોર્ડમાં વાયરલગાવીને દુકાનદારને કરંટ આપ્યો હતો. આ અંગે દુકાનદારના મિત્રએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૭એ વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

સાબરમતીના શુભદા એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાઈવ ઈન રોડ ખાતે મોબાઈલની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજારન ચલાવતા સૌરભભાઈ ગુપ્તા સોમવારે રાત્રીના સમયે  તેમના ગામના મિત્ર નરેન્દ્ર ગુપ્તા સાથે તેમની દુકાનથી બોપલ ખાતે રહેલી નરેન્દ્રભાઈની દુકાને ગયા હતા. જાે કે હૈદર અને ચિરાગ નરેન્દ્રભાઈની દુકાન પાસે આવ્યા હતા અને નરેન્દ્રભાઈને કહેવા લાગ્યા હતા કે, તારી દુકાન પર અમારો કબજાે છે. તે જે ૧.૯૦ લાખ રૂપિયા લીધા છે તે પરત આપી દે ત્યારબાદ તારી દુકાનનો કબજાે તને આપીશુ. જેથી નરેન્દ્રભાઈએ તેમને થોડા દિવસમાં પૈસા આપવાનું જણાવતા બંન્ને જણા નરેન્દ્રભાઈ પર ઉશ્કેરાઈને મારઝુડ કરવા લાગ્યા હતા. ત્યારબાદ અક્ષય,આશિષ, જગુ, મેહુલ મકવાણા, તુષાર અને અંકીત ગોધાવી પણ દુકાને પાસે આવ્યા અને કહેવા લાગ્યા હતા કે, નરેન્દ્રને દુકાનમાં લઈલો તેને પાઠ ભણાવીયે તેમ કહી નરેન્દ્રભાઈને ઉચા કરી દુકાનમાં લઈ જઈ લાકડાના ડંડા, પટ્ટા જેવા હથીયારોથી માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ નરેન્દ્રભાઈનું પેન્ટ કાડી વિડીયો ઉતાર્યો હતો એટલુ જ નહીં ઈલેક્ટ્રીક ના બોર્ડમાં વાયર લગાવીને નરેન્દ્રભાઈને કરંટ પણ આપ્યો હતો. જાે કે સૌરભભાઈ તેમના મિત્ર નરેન્દ્રભાઈને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે આ  સાતે જણાએ તેમની સાથે પણ મારઝુડ કરી હતી. ત્યારબાદ સૌરભભાઈને પૈસાનો હવાલો આપવાનો કીધો હતો. જાે કે સૌરભભાઈએ તેમના મિત્ર પાસેથી પૈસા લઈને સાતેયને પૈસા ચૂકવ્યા હતા. જાે કે આ સાતેયે એવી પણ ધમકી આપી હતી કે, જાે હવે પછી દુકાન ખોલશો તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ સાતેય લોકો ત્યાંથી જતા રહ્યા હતા. બીજી બાજુ નરેન્દ્રભાઈ બેહોશ થઈને દુકાનની બહાર પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌરભભાઈએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આશિષ,હૈદર,ચિરાગ,મેહુલ મકવાણા, તુષાર, અંકીત અને જગુના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.