અમદાવાદ

થલતેજમાં રહેતી યુવતીએ અર્બન કંપનીના કાર્ડથી માથામાં મહેદી મુકનારને ઘરે બોલવાવા ગુગલ પરથી કસ્ટમર કેરમાં ફોન કર્યો ત્યારે સામેના વ્યક્તિએ એક રૂપિયાનુ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવ્યા બાદ અચાનક મહિલાના એકાઉન્ટમાંથી રૂ.૯૫ હજાર ઉપાડીને મહિલા સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. જેથી મહિલાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

થલતેજના સુપ્રભાત એપાર્ટમેન્ટમાં રહેતા શંકુન્તલા ચૌધરી દેવ ઈન્ફોર્મેશન ટેકનોલી નામની કંપનીમાં ઓટોમેશન એન્જીનીયરીંગ તરીકે નોકરી કરે છે. રવિવારના દિવસે શંકુન્તલાબેન ઘરે હાજર હતા ત્યારે બે મહિના પહેલા ઈસ્કોન રીલાયન્સ મોલમાંથી લોરીયન કંપનીની માથાની ડાઈ ખરીદી હતતી. જેમાં અર્બન કંપનીનું કાર્ડ હતુ જે કાર્ડના આધારે કંપનીના માણસો ઘરે આવી ડાઈ કરી જાય છે જેથી શંકુન્તલાબેને કંપનીના કસ્ટમરકેર પર વાત કરવા ગુગલ પરથી નંબર મેળવી ફોન કર્યો હતો. તે દરમિયાન સામા પક્ષેથી  શંકુન્તલાબેનને જણાવ્યુ હતુ કે, તમે કંપનીના નિયમ મુજબ એક વખત ખરીદી કરી શકો છો હવે ખરીદી કરવી હોય તો છદ્ગરૂડ્ઢઈજીદ્ભ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે જેથી શંકુન્તલાબેને તે એપ્લીકેશન ડાઉનલોડ કરી બાદમાં તે વ્યક્તિનો ફોન આવી જણાવ્યુ હતુ કે, તમારે રૂ.૧ ફોન પેથી ટ્રાન્જેક્શન કરવું પડશે અને તેમ કહીને ટ્રાન્જેક્શન માટે આઈડી આપી હતી. ત્યારબાદ શંકુન્તલાબેને રૂ.૧ ટ્રાન્જેક્શન કર્યા હતા પરંતુ ટ્રાન્જેક્શન થયુ ન હતુ. જેથી ફોન પર તેમને જણાવ્યુ હતુ કે, ડેબીટકાર્ડ નંબર તથા તેની એક શ્પાયરી ડેટ તથા પીન નંબર નાખો એટલે એક રૂપિયાનું ટ્રાન્જેક્શન થશે. જેથી શંકુન્તલાબેને તેજ પ્રમાણે કર્યુ તેમ છતા ટ્રાન્જેક્શન ન તેમણે તે નંબર પર આવેલ ફોન પર ફરી ફોન કરી જાણ કરતા સામે રહેલા શખ્સે બે મોબાઈલ નંબર આપ્યા હતા .

જે મેસેજ આ નંબર પર ફોરવર્ડ કરી દેજાે તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ શંકુન્તલાબેને તે મેસેજ તે નંબર પર ફોર્વડ કર્યા એના થોડા જ સમયમાં અલગ અલગ ટ્રાન્જેક્શન થઈને તેમના એકાઉન્ટમાંથી રૂ.૯૫ હજાર ઉપડી જતા તેમની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતા તેમણે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.