રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયર પરેશ જાેશીએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના અસહ્ય ત્રાસથી કરેલા આપઘાતના કેસમાં પોલીસ કમિશનરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરી હતી, ડીસીપી જાડેજાના સુપરવિઝન હેઠળ એસીપી ગેડમ અને બે પીઆઇ સહિતની ટીમને તપાસ સોંપવામાં આવી છે અને મનપાના જવાબદાર અધિકારીઓની ધરપકડ તોળાઇ રહી છે. કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આપઘાત પ્રકરણમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં મધુરમ કન્સ્ટ્રક્શનના હાર્દિક ચંદારાણા અને સુપરવાઇઝર મયૂર ઘોડાસરાની ધરપકડ કરી છે, આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય અને કોઇપણ જવાબદાર બચે નહીં તે માટે સીટની રચના કરવામાં આવી છે, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ એસીપી ગેડમ, એસઓજી પીઆઇ રાવલ અને મહિલા પીઆઇ સેજલ પટેલ તપાસ કરશે.રાજકોટ બ્રહ્મસમાજના અગ્રણીઓએ પરેશ જાેશીના આપઘાતની ઘટનાને ૨૯ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસે કોન્ટ્રાક્ટ એજન્સીના બે કર્મચારીઓને માત્ર પકડ્યા છે, આ મામલામાં મનપાના સિટી એન્જિનિયર વાય.કે.ગોસ્વામી અને ડે.ઇજનેર જતિન પંડ્યાની સંડોવણી હોવા છતાં તેને બચાવવાના પ્રયાસ થઇ રહ્યા છે, બ્રહ્મસમાજના આગેવાનોએ તાલુકા પોલીસની તપાસ સામે અસંતોષ વ્યક્ત કરીને એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે, તાલુકા પોલીસના જવાબદાર અધિકારી વાય.કે.ગોસ્વામીનું નામ ન લખવાનો આગ્રહ કરે છે અને જતિન પંડ્યાનું નામ આપવા જાેશી પરિવાર પર દબાણ કરતી હતી. પરેશભાઇના આપઘાત માટે જવાબદાર અધિકારીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવા માંગ કરી હતી.