વડોદરા. જિલ્લાના નંદેસરી ગામના મતદાન મથકે એક પ્રજ્ઞાચક્ષુ મહિલા મતદાર કરવા આવી પહોંચી હતી. આ સ્થળે ચૂંટણીતંત્ર દ્વારા મૂકવામાં આવેલા સ્વયંસેવક બહેને તરત જ તેમને મદદ કરી હતી. પરિણામે એ મહિલા સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકી હતી. તેણીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ખુશી વ્યક્ત કરી હતી.