અમદાવાદ,ઉંમર કરતા ત્રણ ઘણા ગુનાઓ આચરનાર અને છેલ્લા આઠ વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેતા લૂંટ, ધાડ, હત્યા, પોલીસ પર હુમલો સહીતના ગુના આચરનાર આરોપીને ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધો છે. આરોપીએ ૮૦ જેટલા ગુનાની કબૂલાત પુછપરછ દરમિયાન કરી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી પોલીસથી બચવા માટે ઝાડીઓમાં છુપાઈ રહેતો હતો. જેથી પોલીસની નજરથી દર વખતે બચી જતો હતો. આરોપી પાસેથી ત્રણ કારતૂસ સાથે લોડેડ પિસ્તોલ મળી આવતા જપ્ત કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ હાઈવે પર રાતના સમયે અંધારાનો લાભ મેળવી ચોરી કરતા ગેડિયા ગેંગના મુખ્ય સૂત્રધાર હઝરત ખાન ઉર્ફે હજુ મલેકને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધો હતો. તેની પાસેથી હથિયાર અને ત્રણ કારતૂસ સાથે લોડેડ પિસ્તોલ મળી આવતા જપ્ત કરવામાં આવી છે. જાે કે આ આરોપીને પકડવા માટે છેલ્લા આઠ વર્ષથી પોલીસ તેની પાછળ હતી જાે કે દર વખતે આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતો હતો. હઝરતખાન માત્ર ૨૯ વર્ષનો છે જાે કે તેણે ચોરી, હત્યાની કોશિશ, લૂંટ અને ધાડ, પોલીસ પર હુમલો સહીતના ગુનાઓમાં સામે હતો. માત્ર ૨૯ વર્ષમાં ૮૦ થી પણ વધારે ગુનાઓને અંજામ આપી ચૂક્યો હતો. રાતના અંધારામાં હાઈવે પર માલ સામાન લઈ જઈ રહેલી ટ્રક નજીક ચાલુ ગાડીએ તાડપત્રી કાપીને ચોરી કરતો હતો. હઝરત ૨૦૧૩માં ફરાર હતો. બાદમાં તેના સાગરીતોને પોલીસની કે તેના બાતમીદારોની નજરમાં ન આવી જાય તે માટે ઝાડીઓમાં છુપાઈને રહેતો હતો. પોલીસની નજરથી દર વખતે બચી જતો હતો. જાે કે મુખ્ય સુત્રધાર હઝરત ખાન એલસીબીના હાથમાં ઝડપાયા પછી વહે તેના સાગરીતોની પણ પુછપરછ કરી તેની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે તો બીજી તરફ લોકલ ક્રાઈમ બ્રાંન્ચે હઝરત ખાનના રિમાન્ડની કાર્યવાહી હાથધરી છે.