કોરોના મહામારીમાં ઉત્સવપ્રિયનગરી એવા વડોદરા શહેરમાં તમામ તહેવાર નગરજનોએ કોરોનાની ગાઈડલાઈન મુજબ ઘરોમાં જ ઉજવણી કરી હતી. પરંતુ હવે નવા વર્ષનો પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી માટે સજ્જ થઈ ગયા છે. ગુરુવારે સવારથી બે દિવસીય આકાશીયુદ્ધ જામશે. રંગબેરંગી પતંગોથી તો સાંજના સમયે આતશબાજી અને ગુબ્બારાઓથી આકાશમાં અનોખો નજારો જાેવા મળશે. માંડવી, ચોખંડી, રાવપુરા રોડ સહિત પતંગબજારોમાં પતંગ, દોરી, પીપૂડાં, ટોપી, ગોગલ્સ સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે લોકો ઉમટયા હતા.