રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણને આગામી ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ૩ વર્ષ પૂર્ણ થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પીએમ મોદીની સંભવિત ઉપસ્થિતિમાં ત્યાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે.જેથી એ વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા ૯ મી સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રાજ્યનો સૌથી મોટો મેગા કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયો હતો જેમાં ૨૮૦૦ લોકોના ટેસ્ટ સેમ્પલ લેવાયા હતા એ પૈકી સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ સુરક્ષા અને નર્મદા નિગમ કચેરીમાં કામ કરતા ૫૦ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત CISFના ૨૨ જવાનો સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી, L&T  અને અન્ય એકમોમાં કામ કરતા કુલ ૫૦ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.એક બાજુ પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ તો બીજી બાજુ કોરોના પોઝિટિવની સંખ્યમાં વધારો તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.કોરોના પોઝિટિવ આવેલા CISF અને અન્ય કર્મીઓના સંપર્કમાં આવેલા લોકોનું લિસ્ટ બનાવી એમની તબીબી તપાસ હાથ ધરાશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકાય તો સંભવિત પ્લાનિંગ કેવું હશે?

૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરે તેવી શકયતા છે ત્યારે દિવસોમાં રોજના ૨૫૦૦ ના સ્લેબમાં પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ મળી શકશે અને એ પણ ઓન લાઈન ટીકીટ બુકીંગ દ્વારા, ઓફ લાઈન બુકીંગ હાલ પૂરતું સદંતર બંધ રાખવામાં આવે એવી પણ શક્યતાઓ છે.આવનાર તમામ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ થશે કોરોના શંકાસ્પદ પ્રવાસીનો તુરંત રેપીડ ટેસ્ટ પણ કરાશે.કોરોના કેહેરને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સુરક્ષા માટે પણ વિશેસ ધ્યાન અપાયું છે.જો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાય તો ૫૦૦૦ જેટલી એન્ટીજન કોવિડ ટેસ્ટ કીટ તંત્ર પાસે મોજુદ છે, ૨૫૦૦૦ પ્રવાસીઓનો સ્થળ પર જ કોરોના એન્ટીજન રેપીટ ટેસ્ટ થઈ શકશે.જો પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં, લિફ્ટમાં અને વ્યુઇંગ ગેલેરીમાં કેટલા પ્રવાસીઓને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સરકારી ગાઈડ લાઈન મુજબ પ્રવેશ આપી શકાય એ બાબતનું સર્વે હાલ ચાલી રહ્યું છે.