વડોદરા, તા.૨૪ 

શહેરના અટલાદરા બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિરનો

અમૃત મહોત્સવ શાક્ત અને વેદોક્ચ વિધિથી સંપન્ન થયો હતો.પ્રવર્તમાન સંજાગોને ધ્યાનમાં લઈને ભક્તો શાક્ત મહાપૂજા વિધિમાં પોતાના નિવાસ સ્થાનેથી ઓનલાઈન જાડાયા હતા.

અટલાદરા સ્થત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એટલે માત્ર પ્રસાદ, મહાપ્રસાદ, તથા ભંડારા નહી, પરંતુ સંસ્કાર સિંચન,વ્યસન મુક્ત,પ્રોઢ શિક્ષણ,અરોગ્ય શિક્ષણ જેવી ૧૬૨ થી વધુ પ્રવૃત્તિઓનુ કેન્દ્ર છે. ઉપરાંત કુદરતી આપદામાં સહાય પુનર્વસન વગેરે સમાજાપયોગી પ્રવૃત્તિઓથી ધમધમતુ આસ્થાનુ કેન્દ્ર છે.આજથી ૭૫ વર્ષ પહેલા અષાઢ સુદ ત્રીજ વિક્રમ સંવત ૨૦૦૧ ના દિવસે સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાજી મહારાજના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિચ થયેલ મંદિર સંસ્થાના ૧૩૦૦ થી વધિ મંદિર પૈકીનુ એકમાત્ર મંદિર છે.અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બ્રહ્મસ્વરૂપ શાજી મહારાજ થી યોગીજી મહારાજ,પ્રમુખ સ્વામી મહારાજ તથા વર્તમાન ગુરૂ મહંત સ્વામી મહારાજ દ્વારા સ્વયંસેવકની જેમ શારિરીક શ્રમદાન પ્રાપ્ત થયુ છે.આજે મંદિરમા પૂજ્ય સંતો દ્વારા પ્રભુની પ્રતિમાઓને વેદોક્ત વિધિથી પંચામૃત સ્નાન કરાવ્યા બાદ શણગારથી સજાવી હતી.પ્રવર્તમાન સંજાગોને ધ્યાનમાં રાખીને શહેર-જિલ્લાના તમામ ભાવિક ભક્તો ઓનલાઈ પોતોના નિવાસસ્થાનેથી શાક્ત મહાપૂજાવિધિમાં જાડાયા હતા. સંતોએ કથામૃતમાં પંચોતેર વર્ષની મંદિરની યશગાથા વર્ણવી હતી અને સર્વજનોના હિત માટે સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનુ ગાન કર્યો હતો.