મેડ્રિડ

યાનીક કારાકાસો અને એન્જલ કોરિયાના પ્રથમ હાફ ગોલ પર એટલેટિકો મેડ્રિડે સ્પેનની ટોચની સ્થાનિક ફુટબોલ લીગમાં રીઅલ સોસિડેડને ૨-૧થી હરાવીને ચેમ્પિયન બનવાની તેમની આશાઓને મજબૂત બનાવી છે. ડિએગો સિમિઓનની ટીમે તેમના હોમ ગ્રાઉન્ડ પર પહેલા હાફમાં ૨-૦થી લીડ મેળવી હતી. સોસીડેડના ઇગોર જુબેલડિયાએ ૮૩ મી મિનિટમાં ગોલ કરીને હારના અંતરને ઓછું કર્યું. આ જીત સાથે ટીમ ૨૦૧૪ પછી પ્રથમ વખત ટાઇટલ જીતવાની એટલી નજીક આવી ગઈ છે. 

એટલેટિકોએ ૩૬ મેચોમાં ૮૦ પોઇન્ટ મેળવ્યા છે, બીજા ક્રમે આવેલા બાર્સિલોના કરતા ચાર વધુ અને ત્રીજા સ્થાને રહેલા રીઅલ મેડ્રિડથી પાંચ પોઇન્ટ આગળ છે. જાેકે રીઅલ મેડ્રિડે એક મેચ ઓછી રમી છે. ટુર્નામેન્ટમાં એટલીટીકો માટે હજી બે રાઉન્ડ બાકી છે અને જાે રીઅલ મેડ્રિડ તેની આગામી મેચ ગ્રેનાડામાં જીતશે તો બંને ટીમો વચ્ચે બે પોઇન્ટનો અંતર રહેશે. જાે રિયલ મેડ્રિડ સામે ડ્રો હારી જાય તો એટ્‌લેટિકોનો ખિતાબ પરનો દાવો વધુ મજબૂત હશે. અન્ય મેચોમાં સેલ્ટા વિગોએ ગેટાફેને ૧-૦થી હરાવ્યો જ્યારે હુસ્કાએ એટલીટીકો બિલબાઓને ૧-૦થી હરાવ્યો.