વડોદરા તા.૮ 

ધારા ૩૭૦ રદ થયા પછી સમગ્ર દેશમાંના હિંદુઓને ભલે રાહત મળી હોય, તો પણ જેહાદી આતંકવાદીઓએ ત્યાર પછી ૨૨ આતંકવાદી કાર્યવાહીઓ દ્વારા હિંદુઓને મારી નાખ્યા. વર્ષ ૧૯૯૦માં કાશ્મીંરી હિંદુઓના વંશવિચ્છેદ પ્રમાણે આજે પણ બની રહ્યું છે. એમ થાય તો હિંદુઓનું પુનર્વસન કેવી રીતે થશે ? આ રોકવા માટે કેન્દ્ર સરકારે ‘કાશ્મીર ખાતે હિંદુઓનો વંશવિચ્છેુદ થયો છે, આ કાયદો કરીને પહેલા તો સ્વીકારવું જોઈએ. આ સંદર્ભમાં ‘પનૂન કશ્મીર અત્‍યાચાર અને નરસંહાર વિધેયક ૨૦૨૦ આ ખાનગી વિધેયક બનાવ્યું છે. આ વિધેયક સંમત કરવા માટે સર્વ સાંસદ, તેમજ વડાપ્રધાનને મોકલાવવમાં આવ્યું છે. કેંદ્રસરકારે સદર વિધેયક સંમત કરવું, એ માટે દેશમાંના સર્વ હિંદુ સંગઠનોએ, તેમજ હિંદુઓએ પણ સંગઠિત થવું, એવું આવાહન ‘યૂથ ફાૅર પનૂન કશ્મીરના રાષ્ટ્રીજય સંયોજક રાહુલ કૌલે કર્યું. ‘ઑનલાઈન નવમ ‘અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્ર અધિવેશનમાં ‘ધારા ૩૭૦ નિરસ્ત કર્યા પછી કાશ્મીમરની વર્તમાન સ્થિતિ વક્તવ્ય આપ્યું હતું. ‘અખિલ ભારત વર્ષીય ધર્મસંઘ તેમજ ૯મી કરપાત્રી ફાઉન્ડેશનના પ.પૂ. ગુણપ્રકાશ ચૈતન્યસજી મહારાજે વિચારો રજૂ કર્યા હતા. તેમ હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેએ જણાવ્યું હતું.