અમદાવાદ ફેસબુક સ્ટોરી ઉપર વિવાદી વીડિયો મુકવાના મુદ્દે ધંધૂકાના કિશન ભરવાડની હત્યાના કેસમાં એટીએસએ ગુજસીટોક અને અનલોફૂલ એક્ટિવિટીની કલમો ઉમેરી છે. પોસ્ટ મુકવા બાબતે કિશન ભરવાડ સામે કાયદેસર કાર્યવાહી કરાઈ હતી તેમ છતાં લોકોમાં ભય ફેલાવવા તેની હત્યા આયોજનબધ્ધ રીતે કરાયાનું પ્રસ્થાપિત થતાં એટીએસએ ગંભીર કલમો ઉમેરી છે. બીજી તરફ, એવો ઘટસ્ફોટ થયો છે કે, દિલ્હીના મૌલાના કમલ ગની ઉસ્માનીએ અમદાવાદ, સુરત અને વડોદરામાં મિટિંગો યોજી હતી અને ૪૦૦ લોકોને મળ્યો હતો. આ બાબતે પણ ઊંડી તપાસ ચાલી રહી છે. બીજી તરફ, જમાલપુરના રહીશ મૌલાના અયૂબના ઘરની સર્ચ દરમિયાન રમકડાંની ગન અને ધાર્મિક પુસ્તક મળી આવતાં આ બાબતે પણ એટીએસ તપાસ કરી રહી છે.

ગત તા. ૨૫ જાન્યુઆરીએ ધંધૂકામાં કિશનભાઈ શીવાભાઈ બોળિયા નામના યુવકની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. કિશન બોળિયાની હત્યાની તપાસમાં અનેક ચોંકાવનારાં તથ્યો પ્રકાશમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર મુકવામાં આવતી પોસ્ટમાં ધાર્મિક લાગણી દુભાય તેવા કિસ્સામાં હત્યા કરવાના મનસૂબા સાથે નિશ્ચિત લોકો આયોજનબધૃધ કાર્યરત થયાની વિગતો ખૂલતાં ગુજરાત પોલીસ અને એટીએસ સક્રિય બન્યાં છે. એટીએસએ આ કિસ્સામાં ધંધૂકાના રહીશ શબ્બીર દાદાભાઈ ચોપડા, ઈમ્તિયાઝ મહેબૂબભાઈ પઠાણ ઉપરાંત અમદાવાદના જમાલપુરના રહીશ મૌલાના ઐયુબ યુસુફભાઈ જાવરાવાલા, દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની ઉપરાત હિથયાર આપવાના આપવા બદલ રાજકોટના અઝીમ બશીરભાઈ સમાની ધરપકડ કરી છે. એટીએસએ ધંધૂકાથી વધુ ચાર લોકોને ઝડપી લીધા છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. લોકોમાં ભય ફેલાવવા અને કોમી વૈમનસ્ય સર્જાય તેવું આતંકી કૃત્ય આચરવામાં આવ્યું હોવા બદલ એટીએસએ ગુજસીટોક અને અનલોફૂલ એક્ટિવિટીની કલમોનો ઉમેરો ધંધૂકા હત્યા કેસમાં કર્યો છે. એવો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે કે, કોમી લાગણી દુભાય તેવી પોસ્ટ મુકનારાંઓને મોતને ઘાટ ઉતારવા માટે ઉશ્કેરણી કરવા માટે દિલ્હીનો મૌલાના કમર ગની ઉસ્માનીનું નામ ખૂલ્યું છે. દિલ્હીનો કમર ગની છેલ્લા પાંચ મહિના દરમિયાન ત્રણ વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યો હોવાની વિગતો ખૂલી છે. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરતમાં મિટિંગો યોજીને મૌલાના કમર ગની ઉસ્માની ૩૦૦થી ૪૦૦ લોકોને મળ્યો હતો. ત્રણ વખત ગુજરાત આવેલા મૌલાના કમર ગની ઉસ્માનીએ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત એમ ઝોનવાઈઝ વિસ્તારના યુવકો સાથે મીટિંગો યોજી હતી. ધંધૂકામાં વિવાદી પોસ્ટ કરવા બદલ કિશન ભરવાડ સામે સૃથાનિક મુસ્લિમ યુવકની ફરિયાદના આધારે ધંધૂકા પોલીસે ગુનો નોંધ્યો હતો અને કિશનની ધરપકડ પણ કરી હતી. કિશનને જામીન મળ્યા પછી ફાયરિંગ કરી આયોજનબધૃધ રીતે તેની હત્યા કરવામાં આવી છે. સોશિયલ મીડિયાની પોસ્ટ બાબતે યુવકોને ઉશ્કેરી વર્ગવિગ્રહ અને ત્રાસવાદી માનસિકતા વકરે તેવી ચેષ્ટા થયાનું અત્યાર સુધીની એટીએસની તપાસમાં જણાયું છે. દિલ્હીના મૌલાના કમર ગનીએ પાંચ મહિનામાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૪૦૦ યુવકો સાથે મિટિંગ યોજી હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે. આવા તબક્કે ત્રાસવાદી કૃત્ય નાથવા માટેની ગુજસીટોક અને અનલોફૂલ એક્ટિવિટીની કલમ ઉમેરવામાં આવતાં આવનારાં દિવસોમાં વિશેષ કાર્યવાહીના એંધાણ મળી રહ્યાં છે.

સાયબર ક્રાઈમના પીએસઆઈ તરીકે ઓળખ આપીને કિશનના પિતા પાસેથી ૪૦૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા

ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાના કેસમાં ગુજરાત પોલીસ અને એટીએસ સંવેદનશીલતાથી તપાસ કરી રહી છે ત્યારે સાયબર ક્રાઈમના પીએસઆઈ જાડેજા તરીકે ઓળખ આપીને ૪૦૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા. કિશન ભરવાડની સ્વજનોને ફોન કરીને લેભાગુ શખ્સે એક આરોપીને અજમેરમાં પકડી પાડવા માટે આંગડિયામાં ૪૦૦૦૦ રૂપિયા નિશ્ચિત વ્યક્તિના નામે અને નિશ્ચિત નામે અજમેર મોકલવા જણાવ્યું હતું.