વડોદરા

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણના કેસમાં સલાઉદ્દીમને લઇને ઉત્તરપ્રદેશ ATS અને ગુજરાત ATS ફતેહગંજ સ્થિત નિવાસે પહોંચી છે. જેમાં ગતરોજ વડોદરા પાસેથી સલાઉદ્દીન શેખ નામના એક શખસની ધરપકડ કરી તેને અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો.


ઘટનાના બીજા દિવસે સલાઉદ્દીનને તેના વડોદરાના ફતેગંજ સ્થિત નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. જ્યાં એટીએસ દ્વારા તેના ઘરમાં તપાસ કરવામાં આવી હતી. સલાઉદ્દીન શેખ પર ઉત્તરપ્રદેશમાં ચાલતા ધર્માંતરણ કેસમાં ફન્ડિંગ કરવાનો આરોપ છે. આ સમગ્ર મામલે વધુ તપાસ બાદ અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.


વડોદરામાં પાણીગેટની ઓફિસ ખાતે સર્ચ બાદ ફતેહગંજ સ્થિત નિવાસે સર્ચ શરૂ કર્યુ છે.તેમજ ઘરના સદસ્યોની પૂછપરછ શરૂ કરી છે.આટલું જ નહીં 

ઉત્તરપ્રદેશ ATS ની ટીમ 1 સપ્તાહથી વડોદરા તથા તેના આસપાસના વિસ્તારોમાં  તાપસ કરી રહી છે.


ઉલ્લેખનીય છે કે  સલાઉદ્દીન શેખ વડોદરા જિલ્લામાં ફેકટરી ધરાવે છે અને તેનું વડોદરામાં ટ્રસ્ટ પણ આવેલું છે. ધર્માંતરણ કાંડના મુખ્ય સૂત્રધાર ઉમર ગૌતમની દિલ્હીમાં આવેલી દાવાહ નામની સંસ્થાના હિસાબોની ચકાસણી કરાતા તેમાં સલાઉદ્દીનની સંડોવણી બહાર આવી હતી.


અને તે આ સંસ્થાને ફંડ પૂરુ પાડતો હોવાનું જણાતા યુપી એટીએસ દ્વારા ગુજરાત એટીએસનો સંપર્ક કરાયો હતો. જેથી તેને વડોદરા હાઇવે પરથી પકડી લઇ સલાઉદ્દીનને મદદ કરનારા અન્ય શખ્સોની પણ શોધખોળ શરૂ કરાઇ હતી.