દિલ્હી-

અરુણાચલ પ્રદેશમાં, આસામ રાઇફલ્સ પેટ્રોલિંગ ટીમ પર હુમલો થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સરકારી સુત્રોના હવાલાથી આ માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ આતંકી હુમલામાં એક જવાનનું મોત નીપજ્યું છે. કેટલા સૈનિકો ઘાયલ થયા છે તેની કોઈ માહિતી મળી નથી. સેના દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ શંકાસ્પદ આતંકવાદી હુમલો અરુણાચલ પ્રદેશના તિરૂપ જિલ્લામાં સાનલીઆમ ટ્રાઇ-જંકશન સ્થિત ખોંસા લાજુ રોડ પર થયો છે. આ વિસ્તાર ભારત-મ્યાનમાર સરહદથી બહુ દૂર નથી. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલા બાદ આ વિસ્તારમાં સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.