રાજકોટ, ધંધૂકામાં ધાર્મિક પોસ્ટનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો, જેમાં વિધર્મી બે યુવકે કિશન ભરવાડની હત્યા કરી હતી. જેના પગલે સમગ્ર ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ધંધૂકાવાળી થતાં સહેજમાં અટકી હતી. ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતાં વિધર્મી ૨૫થી વધુ લોકોએ ૫ હિન્દુ યુવાન પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જાે કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં લોકોના ટોળામાં નાસભાગ થતી હોવાનું જાેઈ શકાય છે. બનાવ બાદ ભક્તિનગર પોલીસે વાહનમાં તોડફોડ થકી નુકશાન મામલે નોન ક્રિમિનલ ગુનો નોંધી એક શખ્સ વિરુદ્ધ અટકાયતી પગલાં લઇ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર ડીસીપી ઝોન-૧ પ્રવિનકુમાર મીણાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ગઇકાલે બનેલી ઘટના મામલે ભક્તિનગર પોલીસે વાહનમાં તોડફોડ મામલે નોન ક્રિમિનલ ગુનો નોંધીસલીમ દલ સામે અટકાયતી પગલાં લઇ પુછપરછ હાથ ધરી છે. આ સાથે જ ઘટનામાં ધાર્મિક સ્ટેસ્ટ મુકવા બાબતે બોલાચાલી અને ગાળા ગાળી થવા પામી હતી જે બાદ ગઇકાલે રાત્રીના વાહનમાં તોડફોડ ની ઘટના સામે આવી હતી. બન્ને પક્ષે પુછપરછ ની કામગીરી ચાલુ છે જરૂર જણાયે આગળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાલ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજના લોકો સાથે મળી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર રાજકોટ પોલીસની નજર છે. આવી કોઈપણ ઉશ્કેરણી જનક પોસ્ટ મુકશે તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં રહેતા વિનય ડોડિયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી, જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલિટ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ ગંદી ગાળો સાથે ધમકી આપી હતી. એટલું જ નહીં, બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી ૨૫થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જાેકે હુમલાની ભનક આવી જતાં પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમના એક બાઈકનો આરોપીઓએ કચ્ચરઘાણ બોલાવી દીધો હોવાનું સામે આવ્યું છે. આ અંગે ભોગ બનનાર વિનય ડોડિયા સહિતનાઓ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે ગઇકાલે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઈન્સ્ટાગ્રામમાં પોતે ભગવાન કૃષ્ણની એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ મૂક્યાના તરત બાદ તેમને ઇરશાદ સંધી નામના યુવકે મારા સહિત ભગવાન કૃષ્ણને ગાળો આપી પોસ્ટ ડિલિટ કરવા કહ્યું હતું અને જાે પોસ્ટ ડિલિટ નહીં થાય તો જાનથી મારવાની ધમકીઓ પણ આપી હતી. જાેકે આમ છતાં પોતે પોસ્ટ ડિલિટ કરી નહોતી. ​​​​​​​ઉલ્લેખનીય છે કે જે પોસ્ટ માટે આ વિવાદ થયો છે એને જાેતાં એમાં એક ધર્મના ભગવાનને અન્ય ધર્મના ભગવાન કરતાં વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ત્યારે અન્ય ધર્મના લોકોની લાગણી દુભાતાં આ વિવાદ થયો છેપરંતુ આવા મુદ્દાના ઉકેલ માટે હિંસાને બદલે વાતચીત કરવી જાેઈએ અને શાંતિપૂર્ણ રીતે આ મુદ્દો ઉકેલવા અપીલ કરી રહી છે.