વડોદરા=

નિરંકુશ વહેમ માનવના જીવનમાં કેવી ઝંઝાવટ લાવે છે તેનો સત્યાર્થ કરતો બનાવ આજે આજવા રોડ એકતાનગર ઝુપડપટ્ટી વસાહતમાં બનવા પામ્યો હતો. પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખી અવાર નવાર થતા ઝઘડાઓમાં ગઇ કાલે રાત્રે ફરીવાર પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દેતા પત્ની આગની જ્વાળામા લપેટાઇ હતી. સળગતી પત્ની દોડીને ઘરની બહાર નિકળવા જતા પતિએ બાથ ભીડતા તે પણ દાઝ્‌યો હતો. બંને પતિ પત્ની દાઝતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યા પત્નીની હાલત નાજુક હોવાનું તથા પતિ સામાન્ય હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું.

આજવા રોડ એકતાનગરમાં બિપીનભાઇ રમેશભાઇ સોલંકી (ઉ.૩૫) પત્ની કૈલાસબેન સોલંકી (ઉ.૩૦) તથા એક ૧૩ વર્ષનો પુત્ર તથા ૭ વર્ષના પુત્રના પરિવાર સાથે રહે છે. તેઓ સરદાર એસ્ટેટ રોડ પર આવેલ યુનિયન બેંકમા પટાવાળા તરીકે નોકરી કરે છે. બિપીન સોલંકી શંકાશીલ સ્વભાવ ધરાવતા હોય તે પોતાની પત્ની કૈલાસબેન ઉપર ચારિત્રની શંકાએ પિડાઇ રહ્યા હતા અને નાની નાની બાબતે પત્ની કૈલાસબેન સાથે ઝઘડો કરી મારઝુડ કરતો હતો. રાત્રે પુનઃ પત્નીના ચારિત્રની શંકાએ ઝઘડો થતા પત્ની સામે પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા પતિ બિપીનભાઇ સોલંકી ઘરમા પેટ્રોલ ભરેલુ ડબલું પત્ની ઉપર છાંટી સળગતી દિવાસળી નાખી પત્નીને જીવતી સળગાવી હતી. અગનજ્વાળામા લપેટાઇ હતી.

આ બનાવમાં સોલંકી દંપતિ દાઝી જતા બંને ગંભીર હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જ્યાં કૈલાસબેનની હાલત નાજુક હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું.