છોટાઉદેપુર : કવાટંમાં છ સ્થળે તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ગતરોજ રાત્રે કવાંટના હાર્દ સમા નસવાડી ચાર રસ્તા જ્યાં રાત-દિવસ અવરજવર હોય છે તે વિસ્તારમાં કાચા માલનો વેપારી મહેશભાઈ દેસાઈ ની દુકાનમાં તાળું તોડીને ૧૫ કિલો મગફળી તસ્કરોએ ચોરી કરી અને ત્યાંથી નજીક સાઈનાથ મેડિકલ શાહ કેતન અને બાજુમાં અનાજ કરિયાણાના વેપારી ઇમરાન પારાવાલા ની દુકાન નું તાળું તોડીને ઇન્ટરલોક તોડવાનો પ્રયાસ કરતાં ધરના લોકો જાગી જતા તસ્કરો નાસી ગયેલા. જ્યારે પારસી ફળિયામાં કામનાથ મહાદેવ મંદિરની સામે જ્યાં હોમગાર્ડનો પોઇન્ટ હોય છે ત્યાં જ બે મકાનોમાં તસ્કરોનો પ્રયાસ કર્યો. જેમાં મનોજભાઈ શાહના મકાનનું તાળું તોડીને અંદર જઈને તિજાેરી ના ડ્રોવર ખોલ્યા પરંતુ આ મકાન બંઘ છે જેના માલિક વડોદરા રહે છે જેથી કંઇ હાથ લાગ્યું ન હતું. તેની બાજુમાં અનાજ કરિયાણાની દુકાન મુસ્તુફા પારાવાલા ને ત્યાં નું તાળું તોડીને પ્રયાસ કરેલ પરંતુ નિષ્ફળ ગયેલા આમ શિયાળાની ઠંડી નો લાભ લઈને તસ્કરોએ પાંચ સ્થળે ચોરીનો પ્રયાસ કરેલ. પારસી ફળિયા માં જ્યાં હોમગાર્ડ પોઇન્ટ છે ત્યાં જ બે સ્થળે તાળા તૂટ્યા પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.કવાટ પોલીસ સ્ટેશન ની ૫૦ મીટરની અંતરે આવેલા સરકારી દવાખાનાની સામે ચા નાસ્તાની લારી કરતા રાઠવા શૈલેષભાઈ ના ત્યાં પણ ચોરી થઈ હતી જેમાં વિમલ ગુટકા ના ત્રણ પડીકા અને ૫૦૦ રૂપિયા જેટલું પરચુરન ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ કવાંટ પોલીસ સ્ટેશન ગ્રામજનો દ્વારા જાણ કરતાં પોલીસ કર્મચારી સ્થળ પર પહોંચીને ચકાસણી કરી હતી. શિયાળાની ઠંડી વધતાં ચોરો સક્રિય થયા છે અને પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે.