નડિયાદ : અધિક પોલીસ મહાનિદેશકના માર્ગદર્શક હેઠળ જેલના બંદીવાનોને માનસિક શાંતિ મળે તે હેતુથી જેલ સુધારાત્‍મકના ભાગરૂપે નડિયાદ જિલ્‍લા જેલ ખાતે જેલની લાઇબ્રેરીમાં ઓડીયો બુકની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરાવાઇ છે.  

અધિક પોલીસ મહાનિદેશક ર્ડા.કે.એલ.એન.રાવના સલાહ તથા સૂચન અનુસાર આ કામગીરી ‘‘રાઉન્‍ડ સોલ્‍યુશન‘‘ સાંથ બજાર, ગણેશ પોળ, નડિયાદ દ્વારા તૈયાર કરી જેલની લાઇબ્રેરીમાં કુલ ૮ હેડફોન તેમજ કમ્‍પ્‍યુટર સિસ્‍ટમ ગોઠવી હતી. જેલના બંદીવાનોની માનસિક શાંતિ માટે ‘‘ઓડીયો સિસ્‍ટમ‘‘નો નડિયાદ જિલ્‍લા જેલના અધિક્ષક તેમજ જેલર તથા સ્‍ટાફ કર્મચારી અને બંદીવાનોની હાજરીમાં શુભારંભ કરવામાં આવેલ છે. જેલના તમામ બંદીવાનોને ઓડીયો લાઇબ્રેરીમાં ૧૦થી ૨૦ મિનિટ સુધી આધ્‍યાત્મિક, સંગીત, ભજન અને પોઝિટિવ વિચારોની ઓડીયો સ્‍પીચ સાંભળવાનો લાભ આપવામાં આવેશે.