નવી દિલ્હી 

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે 14 ઓવરમાં વિના વિકેટે 73 રન કર્યા છે. ડેવિડ વોર્નર 27 રને અને આરોન ફિન્ચ 35 રને રમી રહ્યા છે. ફિન્ચે વનડેમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર ઓસ્ટ્રેલિયાનો 16મો ખેલાડી બન્યો છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ભારત સામે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચમાં સિડની ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. કોરોના વચ્ચે પહેલીવાર સ્ટેડિયમમાં ક્રિકેટ ફેન્સને એન્ટ્રી મળી છે. બંને ટીમો 21 મહિના પછી ઓસ્ટ્રેલિયામાં રમી રહી છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લે ભારત 15 જાન્યુઆરી 2019ના રોજ રમ્યું હતું, એડિલેડ ખાતેની તે વનડેમાં ભારતે કાંગારુંને 6 વિકેટે હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ, માર્નસ લબુશેન, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા અને જોશ હેઝલવુડ

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મ્દ શમી, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહ

બંને ટીમ ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપવા અને ફિલિપ હ્યુજીસની યાદમાં, જેનું આજના દિવસે 6 વર્ષ પહેલા ક્રિકેટના મેદાન પર નિધન થયું હતું, બ્લેક બેન્ડ પહેરીને રમી રહી છે.