બ્રિસ્બેન 

કેપ્ટન મેગ લેનિંગના આધારે એલન બોર્ડર ફિલ્ડ ખાતે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન સોફી ડિવાઇન અને એમી સ્ટારાવેટની ઇનિંગ્સને કારણે ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 252 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 45.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વનડેમાં આ ઓસ્ટ્રેલિયાની સતત 20 મી જીત છે જેમાં લેનિંગની 14 મી સદી સિવાય રશેલ હેન્સના 82 રનનું પણ યોગદાન છે. બંનેએ મળીને બીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. 

હેન્સ 89 દડામાં ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 89 રન બનાવી આઉટ થઇ હતી. પરંતુ લેનિંગે 96 બોલનો સામનો કર્યો અને તેની અણનમ ઇનિંગ્સમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ સિરીઝમાં ન્યુઝીલેન્ડને 2-1થી પરાજિત કર્યું હતું.