યુએસ ઓપન - 2011 ની વિજેતા અને ભૂતપૂર્વ નંબર વન ઓસ્ટ્રેલિયન ડબલ્સ ટેનિસ ખેલાડી સમન્તા સ્તોસોરે કહ્યું છે કે તે 2020 માં આરામ કરશે કારણ કે તે તેના જીવનસાથી સાથે રહેવા માંગે છે તેને તાજેતરમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. 36 વર્ષની આ ખિલાડીના કહેવા પ્રમાણે તે ટેનિસ કોર્ટમાં આવતા વર્ષે પરત ફરશે. જોકે હાલ વર્ષ 2020 માં કોરોના વાયરસના કહેરના કારણે માર્ચ મહિનાથી જ ટેનિસ સહીતની તમામ રમતો બંધ થઇ ગઇ છે. જોકે થોડા અંશે અમુક રમતો શરૂ થઇ છે.

ટેનિસ ઓસ્ટ્રેલિયાએ સમન્તા સ્તોસોરે હવાલે લખ્યું છે કે, આવી રહેલી બધી ઘટનાઓ, કોવિડ, ક્વોરેન્ટાઇન અને તેની સાથે બનનારી બધી બાબતોને જોતા મેં નક્કી કર્યું છે કે આ વર્ષે હું આરામ કરીશ અને સંપુર્ણ સમય મારા પતિ અને બાળક સાથે પસાર કરીશ. તેણે કહ્યું, હું હાલ મારા પરિવાર સાથે અહીં રહેવા માંગુ છું, મારા કુટુંબ સાથે, નાની વસ્તુઓમાંથી પસાર થવા માંગુ છું, મને ઘરે રહેવાનું પસંદ છે. આમ, ટેનિસ ક્ષેત્રની દિગ્ગજ ખેલાડી સમન્તા સ્તોસોર ઓસ્ટ્રેલિયાની પહેલી ખેલાડી હતી જેણે સત્તાવાર રીતે જણાવ્યું છે કે તે આ વર્ષે યુએસ ઓપનમાં ભાગ લેશે નહી. જોકે ટેનિસ જગતમાં હજુ પણ એવી આશાઓ રહેલી છે કે US Open ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ યોજાશે.