છોટાઉદેપુર, તા.૧૭ 

છોટાઉદેપુર પાલિકા ના ભ્રસ્ટાચાર સામે લાંબા સમય થી લડત આપી રહેલા જાગૃત નાગરિકો ની જીત ની એક શરૂઆત થઇ છે. તદ્દન બિનજરૂરી કહી શકાય તેવા અંદાજિત સરેરાશ ત્રણ લાખ ના કહી શકાય તેવા કુલ નવ જેટલા એલ ઈ ડી સ્ક્રીન નંગ એક ના તેર લાખ જેવી મોટી ભ્રષ્ટ કિંમત માં લગભગ એક કરોડ સત્તર લાખ ની કિંમત માં ખરીદવા માટે ટેન્ડર આઈ ડી ૪૦૦૧૧૩ થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

આ અનુસંધાને નગર ના જુદા જુદા સ્થાનો પર તે માટે ના પ્લેટફોર્મ બનાવવાની કામગીરી પણ ચાલુ થઇ ગઈ હતી. ટેન્ડર કામગીરી પ્રાપ્ત કરનાર કંપની માં પાલિકા ના ઉચ્ચ સત્તાધિશો ની પાછલા બારણે થી ભાગીદારી ની વાતો જાણવા મળે છે.પાલિકા ના ભ્રસ્ટાચાર સામે લડત આપી રહેલા જાગૃત નાગરિકો એ આ ટેન્ડર ની તમામ માહિતી મેળવી હતી.જેમાં સરકાર ની તમામ ગાઇડલાઇન અને ધારાધોરણોનો ભંગ થતો સામે આવ્યો હતો.તાંત્રિક મંજૂરી પણ બિનઅધિકૃત ઓફિસર પાસે થી લેવામાં આવી હતી. તમામ પુરાવા ઓ સાથે જાગૃત નાગરિકો એ યોગ્ય ફોરમ માં કેસ દાખલ કર્યો છે.પોતાનું કૌભાંડ ખુલ્લું પડી જવાના ડર થી ગભરાયેલા પાલિકા સત્તાધીશો એ તાત્કાલિક ર્નિણય લઈ હવે પાછી તારીખ ૨૧ સપ્ટેમ્બર ના રોજ આયોજિત નવા પ્રમુખ ની પહેલી સામાન્ય સભા માં એજન્ડા ક્રમાંક ૨૬ માં આ ભ્રષ્ટ ટેન્ડર રદ્દ કરવા નો મુદ્દો સામેલ કર્યો છે. પાલિકા ના ભ્રસ્ટાચાર સામે લડત આપી રહેલા નાગરિકો એ આ બાબત ને પોતાની પહેલી જીત ગણાવી હતી.કેસ કરનાર નાગરિકે જણાવ્યું હતું કે અમો એ છોટાઉદેપુરની પ્રજા ના સવા કરોડ ની રકામ ભ્રસ્ટાચારીઓ ના હાથે લુંટાતી બચાવી છે.